🔥 ट्रेंडिंग जयपुर में सीएनजी और पीएनजी की कीमतें ब... અમરેલી પોલીસે 12 વર્ષ પહેલા ગુમ થયેલી... दिल्ली पुलिस ने राहुल गांधी और 300 से... छगनलाल प्रजापत को ग्राम पंचायत बेड़ा म... अलीगंज में श्री रामलीला महोत्सव-2026 क... વિરમગામમાં ઊંચા વ્યાજે નાણાં આપી પેનલ્...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
शिक्षा

અમરેલીની કમાણી કોલેજમાં BCA વિદ્યાર્થીઓ માટે IT કારકિર્દી સેમિનાર યોજાયું

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 06 अक्टू. 2026, 10:50 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્સ એન્ડ પ્રતાપરાય આર્ટ્સ કોલેજમાં BCA વિભાગ દ્વારા IT ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા અંગે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમરેલી, તા. ૦૫ : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્સ એન્ડ પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે BCA વિભાગ દ્વારા IT Career વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે Red & White Skill & Education તરફથી મુખ્ય વક્તા તરીકે પાર્થ શિયાણી તથા અમરેલી બ્રાંચના ડાયરેક્ટર વૈભવભાઈ ભુવા ઉપસ્થિત રહ્યા હતા. પાર્થ શિયાણીએ વિદ્યાર્થીઓને IT ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

સેમિનાર દરમિયાન Software Development, Web Development, Mobile Application Development, Database, Artificial Intelligence તથા Cyber Security સહિતના ક્ષેત્રોમાં ઉપલબ્ધ તકો અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. સાથે જ Technical Skills, Programming Skills, Soft Skills, Practical Knowledge, Internship અને Placement અંગે પણ વિગતવાર સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સક્રિયતા દર્શાવી અને પ્રશ્નો પૂછી માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં HOD પી.વી. હુંમર સહિત કોલેજના સ્ટાફે મહેનત કરી હતી. વસંતભાઈ ગજેરા, મનસુખભાઈ ધાનાણી સહિતના આગેવાનોએ આ કાર્યક્રમની સફળતા અંગે અભિનંદન પાઠવ્યા હતા.
📲Get App