🔥 TRENDING *“ ಬೀದರ ಜಿಲ್ಲಾ ಪೊಲೀಸ್, ಜನವಾಡಾ ಪೊಲೀಸರಿಂ... India Highlights Manufacturing and Exp... OTT Binge List: 5 Top Films & Shows St... Salman Khan's Maatrubhumi Cleared By C... Namit Malhotra Announces OTT Release D... Ramayana OTT Release: Namit Malhotra C...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

દાહોદમાં ATSએ જૈશ-એ-મોહમ્મદના આરોપી સાથે રિકન્સ્ટ્રક્શન, જરોદથી AK-47 સાથે ધરપકડ

✍️ Reporter: Pankaj Pandit 🗓 29 Nov 2026, 05:41 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરાના જરોદથી AK-47 રાઈફલ અને 23 જીવતા કારતૂસ સાથે ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદના શંકાસ્પદ આરોપી મોહમ્મદ શહરુલ ઇસ્લામને ATSએ દાહોદ લાવીને ખરોડ ખાતે રિકન્સ્ટ્રક્શન કર્યું છે.

દાહોદમાં ATSની ટીમનો તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. વડોદરા જિલ્લાના જરોદ વિસ્તારમાંથી ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદના શંકાસ્પદ આરોપી મોહમ્મદ શહરુલ ઇસ્લામને ATSની ટીમે દાહોદ લાવીને તપાસ હાથ ધરી છે. આરોપીની ધરપકડ દરમિયાન તેની પાસેથી એક AK-47 રાઈફલ અને 23 જીવતા કારતૂસ બરાદર કરવામાં આવ્યા હતા.

હાઇવે નજીક હથિયારો મૂકવામાં આવ્યા હોવાની માહિતી મળ્યા બાદ ATSએ દાહોદ-ઝાલોદ રોડ પર સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કર્યું છે. આ ઉપરાંત, ખરોડ ખાતે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. ATSની આ સઘન તપાસને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

મૂળ આસામ રાજ્યના મોહમ્મદ શહરુલ ઇસ્લામની ધરપકડ બાદ ATSની તપાસમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. હાલમાં જવાબદાર અધિકારીઓ આરોપીને વધુ પૂછપરછ માટે તૈયાર કરી રહ્યા છે.
📲Get App