🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાવરકુંડલામાં લાંચિયો ASI ACBના સકંજામાં: દારૂનો ધંધો શરૂ કરવા દબાણ કરી ૫,૦૦૦ની લાંચ લેતા ઝડપાયો
Crime

સાવરકુંડલામાં લાંચિયો ASI ACBના સકંજામાં: દારૂનો ધંધો શરૂ કરવા દબાણ કરી ૫,૦૦૦ની લાંચ લેતા ઝડપાયો

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 21 Aug 2026, 02:02 AM 👁 60
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ASI શ્યામભાઈ બગડાને અમરેલી ACBએ ૫,૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પોલીસ વિભાગને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI શ્યામભાઈ અનંતરાય બગડાએ એક સુધરેલા નાગરિકને ફરીથી દેશી દારૂનો ધંધો શરૂ કરવા દબાણ કર્યું હતું અને લાંચની માગણી કરી હતી. આ મામલે અમરેલી ACBએ છટકું ગોઠવી આરોપી પોલીસકર્મીને રંગેહાથ ઝડપી લીધો છે.

ઘટનાની વિગત મુજબ, અગાઉ દેશી દારૂનો ધંધો કરતા એક નાગરિકે ગુનાખોરીનો માર્ગ છોડી સન્માનપૂર્વક જીવન જીવવાનું નક્કી કર્યું હતું. જોકે, ASI શ્યામભાઈ બગડાને મળતા હપ્તા બંધ થઈ જતાં તેમણે પેલા નાગરિકને ધમકી આપી હતી કે જો તે ફરીથી ધંધો શરૂ નહીં કરે તો તેના પર ખોટા કેસ કરી જેલભેગો કરી દેવામાં આવશે. આ માટે ASIએ ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ માગી હતી, જે રકઝક બાદ ૫,૦૦૦ રૂપિયામાં નક્કી કરવામાં આવી હતી.

લાંચ આપવાને બદલે જાગૃત નાગરિકે અમરેલી ACBનો સંપર્ક કરી લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBની ટીમે સાવરકુંડલામાં છટકું ગોઠવ્યું હતું. લાંચની રકમ સ્વીકારતી વખતે જ ASI શ્યામભાઈ બગડાને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

ACB દ્વારા આરોપી ASIની અટકાયત કરી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાખી વર્દીની આડમાં હપ્તાખોરી કરતા પોલીસકર્મી સામે ACBની આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
📲Get App