🔥 TRENDING ఆదిలాబాద్: బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ... ఆదిలాబాద్: జైలు సందర్శించిన న్యాయ సేవా... शाहपुर कला में जलभराव और गंदगी पर ग्रा... સાબરકાંઠા LCB દ્વારા આઠ વર્ષ જૂનો ઘરફો... Regenta Place Golden Castle Opens in B... 136 Trekkers Stranded in Uttarakhand,...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાણંદ બાયપાસ પાસે તળાવમાંથી અજાણી મહિલાની લાશ મળી: હાથ પર “A.R” અને

'RUPESH' લખેલું, પોલીસે લાશની ઓળખ માટે તપાસ શરૂ કરી

સાણંદ બાયપાસ પાસે તળાવમાંથી અજાણી મહિલાની લાશ મળી: હાથ પર “A.R” અને 'RUPESH' લખેલું, પોલીસે લાશની ઓળખ માટે તપાસ શરૂ કરી

✍️ Reporter: ભાવિક મકવાણા 🗓 15 Sep 2026, 11:27 PM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાણંદના નળસરોવર રોડથી વિરમગામ તરફ જતા નવા બાયપાસ રોડ પાસે આવેલા એક તળાવમાંથી અજાણી મહિલાની લાશ મળી છે. સુમસાન વિસ્તારમાં લાશ મળતા સાણંદ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે લાશને બહાર કાઢી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, મહિલાની લાશ ચારથી પાંચ દિવસ જૂની હોવાની સંભાવના છે. લાશની હાલત ખરાબ હોવાથી હાલ તેની ઓળખ કરવી મુશ્કેલ| બની રહી છે. મૃતક મહિલાના જમણા હાથ પર ‘A.R' અને 'RUPESH’ લખેલું મળ્યું છે. આ લખાણના આધારે પણ પોલીસ મહિલાની ઓળખ માટે તપાસ કરી રહી છે. મહિલાનું મોત કયા સંજોગોમાં થયું અને તેની લાશ તળાવ સુધી કેવી રીતે પહોંચી, તેવા મુદ્દાઓ પર તેમજ મૃતકની ઓળખ થાય અને આખી ઘટનાનો ભેદ ઉકેલાય તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.!
📲Get App