🔥 TRENDING Bengaluru Police Nab Kingpin of Inters... Ludhiana Aunt Arrested After 4-Month-O... Chor નર્મદા પરિક્રમાના પ્રેરણાસ્રોત સાંવરિય... Pope Calls on French Religious Leaders... Shillong Teer Results Released: Winnin...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડાલી APMC અને સહકારી જીનના સુવર્ણ-રજત જયંતિ મહોત્સવમાં મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિ
Agriculture

વડાલી APMC અને સહકારી જીનના સુવર્ણ-રજત જયંતિ મહોત્સવમાં મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 18 Aug 2026, 02:18 PM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે વડાલી APMCના રજત જયંતિ મહોત્સવ અને સહકારી જીનના સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા.

સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આજે વડાલી APMCના રજત જયંતિ મહોત્સવ તેમજ ‘ઘી વડાલી વિ.કો. એગ્રી પ્રો.પ્રો. એન્ડ સે.સો.લી.’ (સહકારી જીન)ના સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ અવસરે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબે ઉપસ્થિત રહી બંને સહકારી સંસ્થાઓની વિકાસયાત્રાના ઐતિહાસિક સીમાચિહ્નોની ઉજવણીમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત કર્યો.

મંત્રી શ્રી વાઘાણીએ જણાવ્યું કે, આપણી સહકારી સંસ્થાઓ માત્ર સંસ્થાઓ નથી, પરંતુ ગ્રામ્ય અર્થતંત્ર, કૃષિ વિકાસ અને આત્મનિર્ભરતાની જીવંત શક્તિ છે. તેમણે ઉમેર્યું કે વડાલી APMC તથા સહકારી જીને વર્ષોથી ખેડૂતો અને ગ્રામ્ય સમાજના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

આ પ્રસંગે લોકસભા સાંસદ શોભનાબેન બારીયા, ઈડર વિધાનસભાના સિનિયર ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી રમણલાલ વોરા સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ, પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, સંસ્થાના ચેરમેનશ્રી, સભ્યશ્રીઓ તથા મોટી સંખ્યામાં સહકારી આગેવાનો, વિવિધ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ, ખેડૂતો, વેપારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રી શ્રી વાઘાણીએ બંને સંસ્થાઓની આ ગૌરવપૂર્ણ વિકાસયાત્રા આવનારા વર્ષોમાં પણ નવી ઊંચાઈઓ સર કરે અને સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બને તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
📲Get App