🔥 TRENDING Bollywood Stars Shine at Global Fashio... BollywoodHungama Releases 337 Photos o... Bollywood Hungama Unveils 10 New Photo... Microdramas Shine at FICCI FRAMES, Mar... Film Bodies Protest 570% BMC Tax Hike,... Swara Bhasker Calls Backlash Over Padm...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત પોલીસની સફળતા: બોગસ APK દ્વારા મોબાઇલ હેકિંગ કરનાર ગેંગ ઝડપાઈ
Crime

સુરત પોલીસની સફળતા: બોગસ APK દ્વારા મોબાઇલ હેકિંગ કરનાર ગેંગ ઝડપાઈ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 14 Aug 2026, 09:08 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત પોલીસે બોગસ PNB One APK ફાઇલ બનાવનાર અને મોબાઇલ હેક કરીને નાણાં ઉઠાવતી ગેંગને બિહારથી ઝડપી પાડી છે.

PNB One નામની બોગસ APK ફાઇલ બનાવીને, લોકોના મોબાઇલ પર મોકલી, મોબાઇલ હેક કરીને બેન્ક ખાતાઓમાંથી નાણાની ઉઠાંતરી કરતી ગેંગને સુરત પોલીસે બિહારથી ઝડપી પાડી છે. તપાસમાં આ આરોપીઓનું જામતારા ગેંગ સાથે કનેકશન મળ્યું છે.

આ આરોપીઓ બોગસ APK ફાઇલ તૈયાર કરીને, મોબાઇલનો તમામ ડેટા હેક કરી લેતા હતા. ત્યારબાદ, યૂઝરની બેંક ડીટેઈલનો ઉપયોગ કરીને, ટોળકી મોબાઇલ યૂઝરના બેન્ક ખાતામાંથી નાણા ઉપાડી લેતા હતા.

આ ટોળકી દ્વારા અત્યાર સુધીમાં 31 હજાર 174 મોબાઇલ હેક કરવામાં આવ્યા છે, જેમાંથી રૂ. 125 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સુરતની એક વ્યક્તિ સાથે 5 લાખની છેતરપિંડીનો કેસ પોલીસ સમક્ષ આવ્યો હતો, જેના આધારે સુરત પોલીસે તપાસ શરૂ કરી હતી અને મોટું નેટવર્ક ઝડપ્યું.
📲Get App