🔥 TRENDING Delhi records coldest September mornin... Kerala Bhagyathara BT-73 Lottery Resul... Over 100,000 to Gather in Ludhiana for... Teacher Dies After Surgery at Buxar Nu... MPPSC to hold exams for 30,000 candida... लालपुर
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરાઈવાડીમાં મ્યુનિસિપલ કાઉન્સિલર ડૉ. રાકેશ સક્સેનાજીના લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન, વૃદ્ધો માટે AMTS‑BRTS નિઃશુલ્ક પાસ વિતરણ..
Local

અમરાઈવાડીમાં મ્યુનિસિપલ કાઉન્સિલર ડૉ. રાકેશ સક્સેનાજીના લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન, વૃદ્ધો માટે AMTS‑BRTS નિઃશુલ્ક પાસ વિતરણ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 11 Sep 2026, 10:00 PM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજ રોજ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મ્યુનિસિપલ કાઉન્સિલર ડૉ. રાકેશ સક્સેનાજીના લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં વૃદ્ધ નાગરિકો માટે AMTS અને BRTS ના નિઃશુલ્ક મુસાફરી પાસો વહેંચાયા..

આજે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મ્યુનિસિપલ કાઉન્સિલર ડૉ. રાકેશ સક્સેનાજીના લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉદ્ઘાટન સમારંભમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીની વિશેષ ઉપસ્થિતિ રહી.

કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ વૃદ્ધ નાગરિકો માટે AMTS અને BRTS ની નિઃશુલ્ક મુસાફરી પાસો વિતરણ કરવામાં આવ્યા. પાસો મેળવતા વૃદ્ધો માટે શહેરની જાહેર પરિવહન સેવાઓમાં સગવડ અને આર્થિક સહાયતા પ્રદાન કરવાની યોજના રજૂ કરવામાં આવી.

કાર્યક્રમમાં જનસેવા, જનસંપર્ક અને જનકલ્યાણના સંકલ્પ સાથે સતત લોકોની વચ્ચે રહી તેમની સુખાકારી માટે કાર્ય કરવાનો આ પ્રયાસ વધુ મજબૂત બનશે એવી હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી.
📲Get App