🔥 ट्रेंडिंग સાબરકાંઠાના પ્રાંતિજમાં શ્રી જોગણી માત... धड़ जिले में सूखे का कहर: किसान चिंतित... हरिद्वार-फालना रेलवे जंक्शन को मिली मं... રેશનકાર્ડની દુકાનો પર સરપ્રાઈઝ વિઝિટ:... गोपालपुर सीवान का 'तड़का रेस्टोरेंट' ग... प्रेमी युगल को भगा ले जाने के मामले मे...
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અમદાવાદમાં ફૂટપાથના પેવર બ્લોક માટે નવી પદ્ધતિ, AMC લાવશે કોંક્રિટ બેઝ

✍️ रिपोर्टर: PATEL KAMLESHKUMAR SANKABHAI 🗓 04 अक्टू. 2026, 06:18 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ: શહેરમાં ફૂટપાથના પેવર બ્લોક વારંવાર બેસી જવા, છૂટા પડી જવા અને અસમતલ થવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા નવી પદ્ધતિ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે ફૂટપાથ પર પેવર બ્લોકની નીચે માત્ર રેતી અને માટીના સ્તરનો ઉપયોગ કરવાને બદલે કોંક્રિટ-સિમેન્ટ બેઝ તૈયાર કરવામાં આવશે. AMCની રોડ કમિટીએ આ નવી પદ્ધતિને મંજૂરી આપી છે.
નવી વ્યવસ્થાથી પેવર બ્લોક વધુ મજબૂત રીતે બેસી રહેવાની અને ફૂટપાથ વારંવાર બેસી જવાની સમસ્યા ઘટવાની શક્યતા છે. સાથે જ વારંવાર થતા રિપેરિંગના ખર્ચમાં પણ ઘટાડો થઈ શકે છે.
જોકે, ફૂટપાથ નીચે કોંક્રિટ બેઝ બનાવવાથી વરસાદી પાણી જમીનમાં ઉતારવાની પ્રક્રિયા પર અસર થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીના રિચાર્જ માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ અંગે પણ વિચારણા કરવામાં આવશે.
AMCનો આ નિર્ણય શહેરના ફૂટપાથને વધુ ટકાઉ અને રાહદારીઓ માટે સુવિધાજનક બનાવવાના હેતુથી લેવામાં આવ્યો છે.
📲Get App