🔥 TRENDING பள்ளி காலாண்டு விடுமுறை: ஏற்காட்டில் க... Louisiana Court Rules in Favor of Jone... Heavy Rain in Uttar Pradesh Claims 56... Thar SUV crashes into motorcycle on Dw... Virat Kohli's Six-Fueled Century Sets... Health Ministry advises lowest effecti...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ: લાખોના ખર્ચે બનેલું માર્કેટ શરૂ થાય તે પહેલાં જ ચોરાયું, AMCની બેદરકારી સામે રોષ

✍️ Reporter: Chauhan Dolatsinh 🗓 23 Sep 2026, 11:44 AM 👁 35
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સરદારનગર વોર્ડમાં લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલું નવું શાકભાજી માર્કેટ શરૂ થાય તે પહેલાં જ ખંડેર બન્યું છે. પ્રોપર્ટીનો મામલો હાઈકોર્ટમાં હોવા છતાં, ચોરોએ તૂટેલી દીવાલ વાટે ઘૂસીને માર્કેટમાંથી આશરે 12 લાખ રૂપિયાની લોખંડની જાળીઓ અને વીજળીના સાધનો ચોરી લીધા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ઘોર બેદરકારી અને ટેક્સના પૈસાના વેડફાટનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના સરદારનગર વોર્ડ નં. 2, નોબલનગર વિસ્તારમાં શાકભાજી માર્કેટ સામે લાખો રૂપિયાના ખર્ચે નવું શાકભાજી માર્કેટ બનાવવામાં આવ્યું હતું, પરંતુ તે શરૂ થાય તે પહેલાં જ ખંડેર બની ગયું છે.

આ પ્રોપર્ટીનો મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં, AMC દ્વારા માર્કેટના મુખ્ય દરવાજા પર 3-3 તાળા લટકાવી દેવામાં આવ્યા હતા. જોકે, આ તાળાં ચોરોને રોકવામાં નિષ્ફળ રહ્યા. બાજુના પ્લોટની તૂટેલી દીવાલ વાટે ઘૂસીને ચોરોએ અંદરથી 44 માંથી 10 જેટલા ઓટલાની આશરે 12 લાખ રૂપિયાની કિંમતની લોખંડની જાળીઓ, વીજળીના બોર્ડ અને આખું વાયરીંગ ચોરી લીધું છે. આ ઘટના દર્શાવે છે કે AMC તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા કેટલી નબળી રાખવામાં આવી હતી.

કોર્ટમાં માત્ર તારીખો પડતી રહી અને ચોરોએ માર્કેટ ખાલી કરીને પોતાનો 'ચુકાદો' આપી દીધો. કોન્ટ્રાક્ટરને માર્કેટના નિર્માણ માટે સંપૂર્ણ પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફ જનતાના પરસેવાની કમાણીથી બનેલી સરકારી મિલકત ભગવાન ભરોસે મૂકાઈ ગઈ છે. AMC તંત્રની આ નિષ્ક્રિયતા અને બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
📲Get App