🔥 TRENDING छठ पर्व के समाप्त होने के बाद आरा स्टे... जयनगर के दक्षिणेश्वरी काली मंदिर में द... કલોલમાં કોંગ્રેસ સ્નેહમિલન, 2027 વિધાન... Haryana Govt Regularises Two-Day Absen... Haryana Expands School Entrepreneurshi... Chhattisgarh Board Issues 2027 Class 1...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સોશિયલ મીડિયા પર હેટ સ્પીચ અને ધાર્મિક ભાવનાઓ આહત કરનાર કોમેન્ટ્સ પર કાયદાકીય કાર્યવાહી માટે AIMIM સાબરકાંઠાએ કલેક્ટર લલિતનારાયણ સિધુ સાધુને રજૂઆત કરી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 18 Nov 2026, 02:01 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડગામ તાલુકાના તેનપુરા ગામમાં બે સમુદાયો વચ્ચે કથિત વિવાદ અને સોશિયલ મીડિયા પર ફેલાતા કૌમી વૈમનસ્યને ધ્યાને લઈને AIMIM સાબરકાંઠા દ્વારા તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે..

બનાસકાંઠાના-:
વડગામ તાલુકાના તેનપુરા ગામમાં બે સમુદાયો વચ્ચે કથિત વિવાદને લઈને સોશિયલ મીડિયામાં તણાવની સ્થિતિ સર્જાઈ છે.અસમાજિક તત્વો સોશિયલ મીડિયા પર સક્રિય થઈને કૌમી વૈમનસ્ય ફેલાવવા અને બે સમુદાયો વચ્ચે તકરાર ઉભી કરવા માટે વિવિધ પોસ્ટ અને કોમેન્ટ કરી રહ્યા છે.આવા તત્વો પર રોક લગાવી નહીં તો આગળ જતાં કૌમી વૈમનસ્યનું મોટું રૂપ લઈ શકે છે,એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે..

સોશિયલ મીડિયા પર 'News Capital' ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા આ ઘટનાની ન્યૂઝ રીલ શેર કરવામાં આવી હતી, જેના પર વિપરીત ધાર્મિક ભાવનાઓ આહત કરનારી કોમેન્ટ્સ જોવા મળી રહી છે. 'itzsima_03' નામના યૂઝર દ્વારા પેગંબર સાહેબ વિશે અપશબ્દો લખ્યા હોવાનો આરોપ છે.સાથે જ 'anand_thakor_1230', 'Amitthakor_vgar_6354907218' અને 'chaudharijivabhai' સહિતના અન્ય યૂઝર્સ દ્વારા હિંસાખોર અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારી કોમેન્ટ્સ કરવામાં આવી છે,જેમાં 2002ના સંદર્ભમાં પણ વાત કરવામાં આવી છે.આ બાબતે AIMIM સાબરકાંઠા જિલ્લા દ્વારા સાબરકાંઠા કલેક્ટર લલિતનારાયણ સિધુ સાધુને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં સોશિયલ મીડિયા પર ન્યૂઝ ચલાવનાર પેજ અને તેના પર આપેલી હેટ સ્પીચ પર તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.આ ઉપરાંત પેગંબર સાહેબ વિરુદ્ધ બિભેદક ચિત્ર અને શબ્દો લખનાર યૂઝર્સ પર ધાર્મિક ભાવનાઓ આહત કરવા બદલ ફરિયાદ દાખલ કરવાની નમ્ર વિનંતી કરવામાં આવી છે.
📲Get App