🔥 ट्रेंडिंग सोशल मिडिया पर पोस्ट किया ISRO completes final checks for joint... श्रीबाबू के 139वीं जयंती के राज्यसभा स... WhatsApp launches custom chat filter t... ग्राम पंचायत चुनाव: जयंतीलाल मीणा ने ब... EV two-wheeler bookings surge 35% in I...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બારડોલી: કેનાલમાં મગર હોવાની અફવા, AI જનરેટેડ ફોટો વાયરલ થતાં તંત્ર દોડતું થયું
स्थानीय

બારડોલી: કેનાલમાં મગર હોવાની અફવા, AI જનરેટેડ ફોટો વાયરલ થતાં તંત્ર દોડતું થયું

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 15 अक्टू. 2026, 04:01 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બારડોલીમાં સુરત-બારડોલી રોડને જોડતી કેનાલમાં મગર હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, તપાસ બાદ આ ફોટો AI દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું.

બારડોલીના અલંકાર વિસ્તારથી સુરત-બારડોલી રોડને જોડતી કેનાલમાં મગર જોવા મળ્યો હોવાનો એક ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયો હતો. આ વાયરલ મેસેજને કારણે સમગ્ર બારડોલી નગરમાં ભારે કુતૂહલ અને ડામાડોળ સ્થિતિ સર્જાઈ ગઈ હતી. લોકોના ટોળેટોળાં કેનાલ કિનારે એકત્રિત થઈ ગયા હતા, જેને પગલે તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સામાજિક વનીકરણ રેન્જ અને 'ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ'ના પ્રમુખ જતીન રાઠોડ તેમજ વનવિભાગની ટીમ તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી. કેનાલમાં મગર હોવાની વાતને પગલે તાત્કાલિક ધોરણે નહેરનું પાણી બંધ કરાવવામાં આવ્યું હતું, જેથી પાણીનું સ્તર નીચું જઈ શકે.

જોકે, કલાકોની મહેનત અને પાણી ઓછું થયા બાદ પણ કેનાલમાંથી કોઈ જ મગર નજરે પડ્યો ન હતો. આખરે ઝીણવટભરી તપાસ અને ફોટો કરનાર યુવકની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ વાયરલ ફોટો અસલી નહીં પરંતુ AI દ્વારા એડિટ કરીને બનાવવામાં આવ્યો હતો.

મિત્ર સાથેની આ સામાન્ય મજાક ક્યારે ગંભીર સ્વરૂપ ધારણ કરી લેશે તેનો યુવકને અંદાજ નહોતો. મિત્રએ વાતને ગંભીરતાથી લઈને સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ કરી દેતા આખો નગર ડરના માહોલમાં મુકાઈ ગયો હતો. બીજી બાજુ, તંત્રની દોડધામ અંગે જણાવતા અધિકારીઓએ કહ્યું હતું કે, "કેનાલમાં મગર હોવાની વાત જાણ થતાં અમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ગતરોજ રાત્રીના પાણી બંધ કરાવવામાં આવ્યું હતું."
📲Get App