🔥 TRENDING Bollywood Stars Shine at Global Fashio... BollywoodHungama Releases 337 Photos o... Bollywood Hungama Unveils 10 New Photo... Microdramas Shine at FICCI FRAMES, Mar... Film Bodies Protest 570% BMC Tax Hike,... Swara Bhasker Calls Backlash Over Padm...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તિલકવાડા તાલુકાનું ગૌરવ
નવાપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકાએ AEIT વર્ગ–૩ મુખ્ય પરીક્ષામાં મેળવી ભવ્ય

તિલકવાડા તાલુકાનું ગૌરવ નવાપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકાએ AEIT વર્ગ–૩ મુખ્ય પરીક્ષામાં મેળવી ભવ્ય

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 01 Aug 2026, 10:56 PM 👁 127
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા માટે આજે શિક્ષણ ક્ષેત્રે ગૌરવભરી ક્ષણના સમાચાર પ્રાપ્ત થયા છે.
તિલકવાડા તાલુકાની નવાપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા માનનીય શ્રીમતી જયમીનાબેન પટેલ, મદદનીશ કેળવણી નિરીક્ષકએ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત AEIT (Assistant Educational Inspector Test) વર્ગ–૩ મુખ્ય પરીક્ષામાં ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરી છે.
શ્રીમતી જયમીનાબેન પટેલની આ નોંધપાત્ર સિદ્ધિ તેમની સતત મહેનત, દૃઢ આત્મવિશ્વાસ, સંકલ્પશક્તિ, લગન, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ છે. પોતાની શૈક્ષણિક ફરજ સાથે અભ્યાસને પણ સમાન મહત્વ આપી તેમણે આ ગૌરવપૂર્ણ સફળતા હાંસલ કરી છે.
તેમની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર તિલકવાડા તાલુકા, નર્મદા જિલ્લાના શિક્ષણ પરિવાર અને તમામ પ્રાથમિક શિક્ષકો માટે ગૌરવ અને પ્રેરણાનો વિષય બની છે.
શ્રીમતી જયમીનાબેન પટેલની આ સફળતા શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ તેમજ યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. તેમની મહેનત અને આત્મવિશ્વાસ એ સંદેશ આપે છે કે સતત પ્રયત્નો અને દૃઢ નિશ્ચયથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.
તિલકવાડા તાલુકાના તમામ પ્રાથમિક શિક્ષકો તરફથી માનનીય શ્રીમતી જયમીનાબેન પટેલને AEIT વર્ગ–૩ મુખ્ય પરીક્ષામાં પ્રાપ્ત થયેલી આ ભવ્ય સફળતા બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે.
ઈશ્વર આપને જીવનમાં સતત પ્રગતિના નવા શિખરો સર કરવાની શક્તિ આપે, શિક્ષણ ક્ષેત્રે આપનું યોગદાન વધુ સમૃદ્ધ બને અને સમાજસેવાના કાર્યોમાં આપ સતત નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરો તેવી હાર્દિક શુભકામનાઓ.
ફરી એકવાર માનનીય શ્રીમતી જયમીનાબેન પટેલને આ ગૌરવપૂર્ણ સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જ્વળ ભવિષ્ય માટે અનંત શુભકામનાઓ.
📲Get App