🔥 ट्रेंडिंग ભુજ મિર્ઝાપુર હાઇવે પાસ ભગવતી પેટ્રોલ... रामदेवरा के विकास हेतु मोदी सरकार देगी... बारापुला एलिवेटेड रोड फेज‑3 पर जाम बना... हाई कोर्ट ने नियमित दैनिक मज़दूर की वे... गांधी जयंती पर बिहार जेलों से 44 बुजुर... jब्रेकिंग न्यूज़ — बदायूं बदायूं किया...
01 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરતમાં ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ: બાઈક ચાલક પડતાં વિવાદ, યુનિફોર્મમાં ગેરહાજરી મુદ્દે ACPએ કાર્યવાહીની ચીમકી આપી

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 01 अक्टू. 2026, 10:24 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના અલ્થાણ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન બાઈક ચાલક રોડ પર પટકાતા ટ્રાફિક પોલીસની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. પોલીસ અને બાઈક ચાલકના દાવાઓમાં વિરોધાભાસ જોવા મળ્યો છે, જ્યારે ફરજ પરના પોલીસ કર્મીઓ પ્રોપર યુનિફોર્મમાં ન હોવાનું પણ સામે આવ્યું છે.

સુરતના અલ્થાણ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કામગીરી ફરી એકવાર ચર્ચામાં આવી છે. વાહન ચેકિંગ દરમિયાન એક બાઈક ચાલક રોડ પર પટકાતા સમગ્ર મામલો વિવાદમાં સપડાયો છે. બાઈક ચાલકનો આરોપ છે કે પોલીસે બાઇકના વ્હીલમાં દંડો મારતા તે પડી ગયો હતો, જ્યારે ટ્રાફિક પોલીસના ACPએ આ ઘટના માટે વાહન ચાલકને પોલીસ જોઈને ગભરાઈને અચાનક બ્રેક મારવાને જવાબદાર ઠેરવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બપોરે લગભગ બાર વાગ્યાની આસપાસ અલ્થાણ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસના ચાર જવાનો હેલ્મેટ વિનાના અને રોંગ સાઈડ આવનાર વાહનચાલકોને દંડવા માટે ઊભા હતા. તે દરમિયાન એક બાઈક ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. બાઈક ચાલકનો દાવો છે કે પોલીસે તેને રોકવા માટે દંડાનો ઉપયોગ કર્યો અને દંડો સીધો વ્હીલમાં મારતા તે બેલેન્સ ગુમાવીને રસ્તા પર પટકાયો હતો, જેના કારણે તેને ઈજાઓ અને મચકોડ આવી હતી.

જોકે, પોલીસનું કહેવું છે કે વાહન ચાલક પોલીસને જોઈને ગભરાઈ ગયો હતો અને અચાનક બ્રેક મારતા આ ઘટના બની હતી. આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, ફરજ પર હાજર પોલીસ કર્મીઓ પ્રોપર યુનિફોર્મમાં નહોતા. કેટલાક પોલીસ કર્મીઓએ કેપ પહેરી નહોતી, જ્યારે કેટલાકના યુનિફોર્મ પર નેમ પ્લેટ પણ નહોતી. આ ગંભીર બેદરકારી બદલ ઉચ્ચ અધિકારીએ કડક શબ્દોમાં સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
📲Get App