🔥 TRENDING Virat Kohli Achieves Another Remarkabl... Virat Kohli contributes with bat as In... Indian cricket team kicks off Asian Ga... Jitendra Says Nanomedicine Will Drive... Divya Dutta Says Senior Actors Helped... RPF Recovers 29 Kilograms of Ganja Fro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Accident
National

Accident

✍️ Reporter: Sabir Haji 🗓 10 Sep 2026, 02:10 AM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

દ્વારકા:
દ્વારકા નજીક આવેલા રૂપેણ બંદર રોડ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બાઈક અને ટ્રક/ટેંકર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઈક પર સવાર દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રૂપેણ બંદર નજીક અચાનક સર્જાયેલા આ અકસ્માતમાં બાઈક ચાલક પતિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦ જેટલા ટાંકા આવ્યા છે. જ્યારે બાઈક પર પાછળ બેઠેલી તેમની પત્નીના બંને પગમાં ગંભીર ફ્રેક્ચર થયું છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે ઈજાગ્રસ્ત મહિલા ગર્ભવતી (પ્રેગ્નેન્ટ) હોવાથી તેમની સ્થિતિ વધુ નાજુક બની છે. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો ત્વરિત મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું.
સ્થાનિક તબીબો દ્વારા સગર્ભા મહિલા અને તેના બાળકના જીવની સુરક્ષા માટે ઈમરજન્સી સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
📲Get App