🔥 TRENDING તહેવાર झारखंड के मुख्यमंत्री हेमंत सोरेन की म... Delhi University Hosts International J... MCD bans meat stalls near Delhi temple... Thieves steal entire one‑acre coriande... सिकंदराराऊ: चकबंदी कार्यालय पर हंगामा,...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

વાપીમાં પોલીસ કર્મચારીએ દારૂના કેસ બદલ ૧૦ હજારની લાંચ માંગી, ૫ હજાર લઈને ACB દ્વારા ઝડપાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 07 Oct 2026, 09:58 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાપી તાલુકામાં એક પોલીસ કર્મચારીએ દારૂના નશામાં હોવાના આરોપે પકડાયેલા બે નાગરિકો પરથી ૧૦,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જાગૃત નાગરિકે ACB ને સંપર્ક કરતાં ૫,૦૦૦ રૂપિયા લાંચ સ્વીકારતાં જ આરોપીને ટ્રેપ કરી પકડવામાં આવ્યો છે..

વાલસાડ જિલ્લાના વાપી તાલુકામાં એસીબી દ્વારા એક પોલીસ કર્મચારીને લાંચ લેતાં ટ્રેપ કરી પકડવામાં આવ્યો છે. આ કામનામાં આરોપી તરીકે ઓળખાયેલો દિપકભાઈ જીવણભાઈ પટેલ (પ્રજાજન), ઉંમર ૫૪ વર્ષ, ધંધો ખેતી, રહે. ગામ ડુંગરા, ડુંગરી ફળીયા, કોળીવાડ, તા. વાપી, જિ. વલસાડ છે. ઘટનાની ટૂંકમાં વિગત મુજબ, ગુજરાત બોર્ડર પાસે ફરીયાદી અને તેમના મિત્રને આરોપી તથા અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા દારૂના નશામાં હોવાના આરોપે પકડવામાં આવ્યા હતા.આરોપીએ પોલીસ ચોકી ખાતે લઈ જઈ તેમના નામ-સરનામું લખી લીધા બાદ, ફરીયાદી અને તેમના મિત્ર પર કોઈ પણ કેસ ન કરવાના અવેજમાં ૧૦,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. રકમના અંતે ૫,૦૦૦ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.જો કે ફરીયાદી આરોપીને લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબી ને સંપર્ક કરી ફરીયાદ નોંધાવી હતી..

ફરીયાદના આધારે એસીબી દ્વારા લાંચના છતકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ૦૭/૧૦/૨૦૨૬ ના રોજ મોજે કરવડ, સાંઇવિહાર રેસીડન્સી, શોપ નં. ૧૦ ધી લુક મેન્સ વેર દુકાનની બહાર, વાપી કરવડ રોડ, વાપી તા. વાપી, જિ. વલસાડ ખાતે આરોપીએ ફરીયાદી પાસેથી ૫,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી અને તે રકમ સ્વીકારી લીધી હતી. રકમ સ્વીકારતાં જ આરોપીને ટ્રેપ કરી પકડવામાં આવ્યો હતો.આ ટ્રેપિંગ ઓપરેશનમાં જે.આર.ગામીત, પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એસીબી, પોલીસ સ્ટેશન વલસાડ તથા તેમની ટીમનો સમાવેશ થાય છે.આ ઘટનામાં ૫,૦૦૦ રૂપિયાની લાંચ રિકવર કરવામાં આવી છે અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
📲Get App