🔥 TRENDING बसंतपुर पंचायत भवन में संपन्न हुआ सेवा... Telangana Aims to Regain Momentum in N... Vacant leadership at Telangana health... CM Majhi Announces Vision to Make Odis... Odisha CM Commits Full Support for San... Student Union Elections Commence Acros...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ભુજ: સમાજ કલ્યાણ કચેરીના બે નિરીક્ષકો રૂ. ૪૦૦૦ ની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 04 Oct 2026, 01:30 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભુજ સ્થિત સમાજ કલ્યાણ (વિકસિત જાતિ) કચેરી ખાતે ફરજ બજાવતા બે કરાર આધારિત નિરીક્ષકો પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મંજૂર થયેલ મકાનની સહાયના હપ્તા જમા કરાવવાના બદલામાં રૂ. ૪૦૦૦ ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

ભુજ, કચ્છ: ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ભુજ ખાતે આવેલી સમાજ કલ્યાણ અધિકારીની કચેરી (વિકસિત જાતિ) માં મોટી કાર્યવાહી કરી છે. કચેરીમાં ફરજ બજાવતા બે કરાર આધારિત સમાજ કલ્યાણ નિરીક્ષકો, આસિફ મુસ્તાફા કુરેશી અને કાનજી અરવિંદભાઈ ભટ્ટી, ફરિયાદી પાસેથી રૂ. ૪૦૦૦ ની લાંચ લેતા ACB ના હાથે ઝડપાઈ ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીની પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મકાન મંજૂર થયું હતું. આ યોજના અંતર્ગત મળવાપાત્ર સહાયના અલગ અલગ હપ્તા ફરિયાદીના ખાતામાં જમા કરાવી આપવાના બદલામાં આરોપી નિરીક્ષકો દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી દ્વારા આ અંગે ACB માં ફરિયાદ નોંધાવવામાં આવતા, ACB એ છટકું ગોઠવી બંને આરોપીઓને લાંચની રકમ સ્વીકારતી વખતે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

આ ઘટનાના પગલે ભુજની સમાજ કલ્યાણ કચેરીમાં ચકચાર મચી જવા પામી છે. ACB દ્વારા બંને આરોપી નિરીક્ષકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન, કચેરીમાં અન્ય કોઈ ગેરરીતિઓ કે ભ્રષ્ટાચાર પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.
📲Get App