🔥 TRENDING Minor alleges sexual abuse at Indian a... Three arrested in Mangaluru after poli... Two suspects arrested in murder of Hin... 3-year-old child killed as driver fall... Seer’s Car Collides with Divider in Un... மாவட்ட கபடி போட்டி.
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

કચ્છ યુનિવર્સિટી હોસ્ટેલ મેસમાં ABVPની સરપ્રાઈઝ રેડ: સડેલા શાકભાજી અને ગંદકી મળતા હોબાળો

✍️ Reporter: Rameshbhai Ven 🗓 22 Sep 2026, 09:04 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભુજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કચ્છ યુનિવર્સિટીની હોસ્ટેલ મેસમાં સરપ્રાઈઝ રેડ કરવામાં આવી હતી, જ્યાં રસોડામાંથી સડેલા શાકભાજી અને ગંદા વાસણો મળી આવ્યા હતા.

ભુજ સ્થિત ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની હોસ્ટેલ મેસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા અચાનક સરપ્રાઈઝ રેડ કરવામાં આવી હતી. ABVPના ‘STUDENT'S RAID -ભોજનમાં ગુણવત્તા, વિદ્યાર્થીઓની પ્રાથમિકતા’ અભિયાન અંતર્ગત આ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં હોસ્ટેલ મેસની ગંભીર બેદરકારીઓ સામે આવી છે.

તપાસ દરમિયાન મેસના રસોડા અને સ્ટોરરૂમની સ્થિતિ અત્યંત ખરાબ જોવા મળી હતી. ABVPના કાર્યકરોને ત્યાંથી સડેલા શાકભાજી, અત્યંત ગંદા અને ચીકણા વાસણો તેમજ ચારેતરફ અસ્વચ્છતા જોવા મળી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે પીવાના ચોખ્ખા પાણીની યોગ્ય વ્યવસ્થાનો પણ અભાવ હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

આ મામલે ABVP દ્વારા યુનિવર્સિટી વહીવટી તંત્ર સમક્ષ કડક રજૂઆત કરવામાં આવી છે. તેમણે મેસ કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા, વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર ભોજન પૂરું પાડવા અને ભવિષ્યમાં નિયમિતપણે સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન કરવાની માંગ કરી છે. ABVPના વિભાગ સહ સંયોજક શૈલેષભાઈ પરમારે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ત્રણ દિવસમાં આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો યુનિવર્સિટી કેમ્પસમાં ઉગ્ર આંદોલન અને તાળાબંધી કરવામાં આવશે.
📲Get App