🔥 ट्रेंडिंग ఆదిలాబాద్: బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ... ఆదిలాబాద్: జైలు సందర్శించిన న్యాయ సేవా... शाहपुर कला में जलभराव और गंदगी पर ग्रा... સાબરકાંઠા LCB દ્વારા આઠ વર્ષ જૂનો ઘરફો... बड्डी में खुला रेगेंटा प्लेस गोल्डन कै... 136 पर्वतारोहियों को ऊत्‍तराखण्ड में फ...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સરકાર દ્વારા સુરત-નવસારી હાઈસ્પીડ કોરિડોર માટે 945.82 કરોડની મંજૂરી
स्थानीय

સરકાર દ્વારા સુરત-નવસારી હાઈસ્પીડ કોરિડોર માટે 945.82 કરોડની મંજૂરી

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 12 सित. 2026, 11:27 AM 👁 45
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સરકારએ સુરત-નવસારી હાઈસ્પીડ કોરિડોર માટે રૂ. 945.82 કરોડની વહીવટી મંજૂરી આપી, 14.3 કિ.મી. માર્ગને 6 લેન અને એલિવેટેડ કોરિડોરમાં અપગ્રેડ કરશે.

રાજ્ય સરકાર દ્વારા સુરત-નવસારી હાઈસ્પીડ કોરિડોર માટે રૂપિયા 945.82 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આગામી દશેરાના પાવન પર્વે કરવામાં આવશે અને ત્યારબાદ તરત જ કામ શરૂ કરી દેવામાં આવશે. આ પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક અને શહેરી વિસ્તારોને વધુ ઝડપી માર્ગ જોડાણ પૂરું પાડવાના હેતુથી હાથ ધરવામાં આવી રહ્યો છે. આયોજન મુજબ સુરત-સચિન-નવસારી રોડને આધુનિક અને વધુ ક્ષમતાવાળો બનાવવામાં આવશે.

14.3 કિ.મી. નો માર્ગ 6 લેન અને એલિવેટેડ કોરિડોરનું નિર્માણ આ હાઈસ્પીડ કોરિડોર અંતર્ગત સચિનથી નવસારીને જોડતા 14.3 કિ.મી. લાંબા માર્ગને હાલના 4 લેનમાંથી 6 લેનમાં અપગ્રેડ કરવામાં આવશે. આ ઉપરાંત, પલસાણા હાઈવે પર આવેલી આલ્ફા હોટલથી સુડા (SUDA) બાયપાસ રોડ પર 1.9 કિ.મી. લાંબો એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે. કુલ પ્રોજેક્ટમાં રોડ તેમજ એલિવેટેડ કોરિડોરના બાંધકામ પાછળ રૂપિયા 638.57 કરોડનો જંગી ખર્ચ થવાનો છે.

મરોલી ફ્લાયઓવર અને મીંઢોળા નદી પર મેજર બ્રિજની સુવિધા પ્રોજેક્ટની મુખ્ય માળખાકીય સુવિધાઓમાં માત્ર રસ્તાનું વિસ્તરણ જ નહીં, પરંતુ નવા બ્રિજનું નિર્માણ પણ સામેલ છે. મરોલી જંકશન વિસ્તારમાં સતત વધતા વાહનવ્યવહારને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ત્યાં નવો ફ્લાયઓવર બનાવવામાં આવશે. આ સાથે જ, મીંઢોળા નદી પર એક મેજર બ્રિજ અને સુરત તથા નવસારી જિલ્લામાં કુલ 8 માઈનોર બ્રિજ પણ બનાવવામાં આવશે
📲Get App