🔥 TRENDING Soori’s ‘Mandaadi’ records 29.6% jump... Day 3 Box‑Office Surge for ‘Vvaan’ Sta... Sidharth Malhotra's 'Vvaan' posts thir... Manipur to Host First ISL Match on Wor... ਅੱਜ 28 ਸਤੰਬਰ 2026 ਨੂੰ ਸ਼ਹੀਦ ਭਗਤ ਸਿੰਘ ਜ... Varun pull nadesar Varanasi
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર લઠ્ઠાકાંડ: નકલી વિદેશી દારૂ પીવાથી 9 લોકોના મોત, બે PI સસ્પેન્ડ
Crime

ભાવનગર લઠ્ઠાકાંડ: નકલી વિદેશી દારૂ પીવાથી 9 લોકોના મોત, બે PI સસ્પેન્ડ

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 21 Aug 2026, 03:28 AM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગરમાં નકલી વિદેશી દારૂ પીવાથી 9 લોકોના મૃત્યુ થયા છે અને 39 લોકો સારવાર હેઠળ છે. FSL તપાસમાં પીડિતોના લોહીમાં ઝેરી મિથેનૉલ મળી આવ્યું છે.

ભાવનગરમાં નકલી વિદેશી દારૂ પીધા બાદ 9 લોકોના કરુણ મૃત્યુ થતાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 39 જેટલા લોકો હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે વરતેજ પોલીસ સ્ટેશન ખાતે 21 આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે અને ગાંધીનગરની સ્ટેટ મૉનિટરિંગ સેલની ટીમ પણ તપાસમાં જોડાઈ છે.

પોલીસ તંત્ર દ્વારા બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યાં છે. DGP જી.એસ. મલિકે ભાવનગર LCB PI એમ.એમ. સરવૈયાને સસ્પેન્ડ કર્યા છે, જ્યારે ભાવનગર રેન્જ IG રાજેન્દ્ર અસારીએ વરતેજ પોલીસ સ્ટેશનના PI એસ.બી. પઢેરિયાને સસ્પેન્ડ કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે બુટલેગર ગૌતમ સોલંકી છેલ્લા દોઢ મહિનાથી આ નકલી દારૂ બનાવીને વેચી રહ્યો હતો.

FSL તપાસમાં મૃતકો અને સારવાર હેઠળના દર્દીઓના બ્લડ સેમ્પલમાં જીવલેણ મિથેનૉલની પુષ્ટિ થઈ છે. ઉપેન્દ્રસિંહ ગોહિલના લોહીમાં 0.0773%, કાર્તિકભાઈ મકવાણાના લોહીમાં 0.0847% અને અભયભાઈ દિહોરાના લોહીમાં 0.1408% મિથેનૉલ મળી આવ્યું છે. હાલ પોલીસ ફરાર આરોપીઓ અને કેમિકલના સ્ત્રોત સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે.
📲Get App