🔥 TRENDING 2000 रुपये कमाने के लालच में बैंक खाता... बिहार सरकार के कृषि मंत्री विजय कुमार... भारी बारिश से किसानों को हुआ व्यापक नु... जनपद श्रावस्ती इकौना क्षेत्र హరిదాస్ నగర్ గ్రామంలో 8 సీసీటీవీ కెమెర... Assam‑Arunachal Regional Committee Mee...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

9 વર્ષીય હિંમતનગર બાળપ્રતિભા મંત્ર પટેલે રોબોટિક્સ અને AIમાં કરી પ્રભાવ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 02 Nov 2026, 07:00 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધોરણ-4માં અભ્યાસ કરતો મંત્ર પટેલ, 9 વર્ષની ઉંમરે જ રોબોટિક્સ, AI અને કોડિંગમાં પારંગત, મોબાઇલ એપ અને રોબોટ બનાવીને સ્થાનિક ધ્યાન ખેંચી રહ્યો છે..

માત્ર 9 વર્ષની ઉંમરે રોબોટિક્સ, AI અને કોડિંગમાં પારંગત બની રહ્યો છે હિંમતનગરનો મંત્ર પટેલ,ધોરણ-4માં અભ્યાસ કરતા બાળપ્રતિભાએ જાતે જ બનાવી મોબાઇલ એપ્લિકેશન અને રોબોટ, યોગ, અબાકસ તથા વૈદિક ગણિતમાં પણ મેળવી રહ્યો છે તાલીમ.મંત્રને બાળપણથી જ નવી ટેક્નોલોજી અને અવનવા પ્રયોગો કરવાનો શોખ છે. તે જાતે કોડિંગ કરીને મોબાઇલ એપ્લિકેશન અને રોબોટ તૈયાર કરે છે. રિમોટ કે મોબાઇલથી નિયંત્રિત કરી શકાય તેવી કાર સહિત વિવિધ મોડેલ બનાવી રહ્યો છે. એટલું જ નહીં,ઘરમાં વાવેલા છોડને દૂર બેઠા મોબાઇલની મદદથી પાણી આપી શકાય તેવી ઓટોમેટિક સિસ્ટમ વિકસાવવાની દિશામાં પણ કાર્ય કરી રહ્યો છે..

મંત્રની પ્રતિભા માત્ર ટેક્નોલોજી પૂરતી મર્યાદિત નથી. તે યોગ અને છઠ્ઠી ઇન્દ્રિયના પ્રશિક્ષણમાં પણ રસ ધરાવે છે. આંખે પાટા બાંધીને સાયકલ ચલાવવી, સ્કેટિંગ કરવું તેમજ સામેની વ્યક્તિની ક્રિયાઓ પારખવા જેવી પ્રવૃત્તિઓમાં પણ તાલીમ મેળવી રહ્યો છે. આ ઉપરાંત અબાકસ અને વૈદિક ગણિતનો અભ્યાસ કરીને પોતાની ગણતરી કરવાની ક્ષમતા અને યાદશક્તિ વિકસાવી રહ્યો છે.મંત્રની પ્રતિભાને યોગ્ય દિશા આપવામાં તેના માતા-પિતા રોહિતભાઈ પટેલ અને દર્શનાબેન પટેલનો મહત્વનો ફાળો છે. મંત્રના પિતા રોહિતભાઈ પટેલ મોબાઇલ રિપેરિંગનો વ્યવસાય કરે છે. તેઓ માને છે કે બાળકોને નાની ઉંમરથી જ યોગ્ય માર્ગદર્શન અને પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવે તો તેમનામાં તાર્કિક વિચારશક્તિ (લોજિકલ થિંકિંગ) અને સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા (ક્રિટિકલ થિંકિંગ) વિકસે છે. આ જ વિચાર સાથે તેઓ મંત્રને ટેક્નોલોજી અને નવા પ્રયોગો કરવા માટે સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે.આમ,માત્ર 9 વર્ષની ઉંમરે રોબોટિક્સ, AI, કોડિંગ, યોગ, અબાકસ અને વૈદિક ગણિત જેવા વિવિધ ક્ષેત્રોમાં રસ ધરાવતો મંત્ર પટેલ સાબરકાંઠાના અન્ય બાળકો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. યોગ્ય માર્ગદર્શન, જિજ્ઞાસા અને માતા-પિતાના સહયોગથી નાની ઉંમરથી જ બાળકની પ્રતિભાને નવી ઊંચાઈ આપી શકાય છે, તેનું ઉત્તમ ઉદાહરણ મંત્ર બની રહ્યો છે.
📲Get App