अपराध
જામનગર: એરપોર્ટ રોડ પરથી 9 વર્ષના બાળકનું અપહરણ, પોલીસ ફરિયાદ નોંધાઈ
જામનગરના એરપોર્ટ રોડ પર એક 9 વર્ષના બાળકનું અપહરણ થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
જામનગરના એરપોર્ટ રોડ પર ગુરુદત્તાત્રેય પાર્કની બાજુમાં મયુરવિલા સામે આવેલા ઝૂંપડામાંથી આશરે 9 વર્ષના ગોલુ જંગલસિંગ પચાવા નામના બાળકને કોઈ અજાણ્યો શખ્સ કાયદેસરના વાલીપણામાંથી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગે બાળકના મામા ભુરસિંગ વેસ્તાભાઈ મહેડાની ફરિયાદના આધારે સીટી ‘C’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બાળકને લઈ જનાર અજાણ્યા શખ્સની ઓળખ મેળવવા અને
બાળકને શોધવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.