🔥 ट्रेंडिंग Bijali katauti se graminon mein aakros... टैक्सी चालक ने मालगाड़ी के आगे कूदकर द... मुरादाबाद: रुस्तम नगर सहसपुर में अवैध... जलालपुर में सराय नदी का जलस्तर तेजी से... तेलंगाना में 3 अक्टूबर 2026 को चाँदी क... दो लाख से अधिक तेलंगाना मतदाता नोटिस प...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

શહેરા તાલુકામાં ખનીજ માફિયાઓ પર પ્રાંત અધિકારીની લાલ આંખ: જેસીબી અને 9 ટ્રેક્ટર ઝડપાયા

✍️ रिपोर्टर: TAVIYAD JASVANTBHAI 🗓 03 अक्टू. 2026, 08:56 AM 👁 11
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શહેરા તાલુકામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે પ્રાંત અધિકારી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મોર ઉંદરા, ડેમલી અને જોખા પાટિયા નજીક એક જેસીબી અને 9 ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યા છે, જેના પગલે ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

શહેરા તાલુકામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે પ્રાંત અધિકારી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને લાલ આંખ કરવામાં આવી છે. પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે મોર ઉંદરા ગામે દરોડો પાડી ખાણગી સર્વે નંબરની જમીનમાંથી એક જેસીબી તેમજ ટ્રેક્ટર સહિતના વાહનો પકડી પાડ્યા હતા, જ્યારે ડેમલી અને જોખા પાટિયા પાસે પસાર થતા રસ્તા પરથી ગેરકાયદે રેતી ભરેલા બે ટ્રેક્ટર ઝડપી પાડ્યા હતા. પ્રાંત અધિકારીની કાર્યવાહી દરમિયાન એક જેસીબી તેમજ સાત ટ્રેક્ટરો સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમને મળેલ બાતમીના આધારે મોર ઉંદરા ગામના એક ખાનગી સર્વે નંબરની જમીનમાં અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી બિનઅધિકૃત રેતીનો સ્ટોક મળી આવ્યો હતો. આ ઉપરાંત, સ્થળ પરથી 1 જેસીબી અને 2 રેતી ભરેલા ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન આ જ ગામ તરફના રસ્તા ઉપર રેતી ખાલી કરેલ હોવાનું પણ સામે આવ્યું હતું.

આ કાર્યવાહી દરમિયાન એક ટ્રેક્ટર ચાલક વાહન લઈને ભાગી છૂટ્યો હતો, પરંતુ પોલીસ તંત્ર દ્વારા ભાગી ગયેલા ટ્રેક્ટરને પણ ઝડપી લઈને તાલુકા સેવા સદન કચેરી ખાતે મૂકવામાં આવ્યું હતું. પ્રાંત કચેરી દ્વારા જેસીબી સહિતના તમામ વાહનોને સીઝ કરીને જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રાંત અધિકારી દ્વારા હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન ડેમલી તરફના રસ્તા પરથી તેમજ જોખા પાટિયા પાસેથી પસાર થતા હાઇવે પરથી ગેરકાયદે રેતી ભરીને જતા વધુ 2 ટ્રેક્ટર પકડી પાડવામાં આવ્યા હતા.
📲Get App