🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિશ્વ સિંહ દિવસે ગુજરાતમાં સિંહોની વસ્તી 891 પહોંચી, અમરેલી બન્યો મુખ્ય સરનામું
Local

વિશ્વ સિંહ દિવસે ગુજરાતમાં સિંહોની વસ્તી 891 પહોંચી, અમરેલી બન્યો મુખ્ય સરનામું

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 10 Aug 2026, 12:58 AM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તી 891 સુધી પહોંચી છે, જેમાં અમરેલી જિલ્લો સૌથી વધુ સિંહોની વસવાટ સાથે પ્રથમ ક્રમે છે.

દર વર્ષે 10 ઓગસ્ટે ઉજવાતા 'વિશ્વ સિંહ દિવસ' નિમિત્તે એશિયાઈ સિંહોના સંરક્ષણ અને જાગૃતિ માટે વૈશ્વિક સ્તરે પ્રયાસો તીવ્ર બનાવવામાં આવી રહ્યા છે. આ ખાસ દિવસની શરૂઆત વર્ષ 2013માં ડેરેક અને બેવર્લી જૌબર્ટ દ્વારા નેશનલ જિયોગ્રાફિક અને બિગ કૅટ ઇનિશિયેટિવના સહયોગથી કરવામાં આવી હતી.

ગુજરાતમાં દર પાંચ વર્ષે યોજાતી સિંહ ગણતરી મુજબ વસ્તીનો આંકડો સતત વધતો રહ્યો છે. વર્તમાન 2025ની 16મી સિંહ ગણતરી મુજબ રાજ્યમાં કુલ 891 એશિયાઈ સિંહ નોંધાયા છે, જેમાં 196 નર, 330 માદા, 140 પાઠડાં અને 225 બચ્ચાં સમાવિષ્ટ છે.

વિશ્વમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ભારતનું ગુજરાત છે, જેમાં અમરેલી જિલ્લો સૌથી વધુ સિંહોના વસવાટ સાથે પ્રથમ ક્રમે છે. અમરેલીમાં 339, ગીર સોમનાથમાં 222, જૂનાગઢમાં 191, ભાવનગરમાં 116, પોરબંદરમાં 16, રાજકોટમાં 6 અને દેવભૂમિ દ્વારકામાં 1 સિંહ નોંધાયા છે.

19મી સદીના અંતમાં અવિરત શિકારના કારણે ગીરમાં સિંહોની સંખ્યા ઘટીને માત્ર 10 થી 12 જેટલી જ રહી ગઈ હતી. આ નાજુક સ્થિતિમાં જૂનાગઢના નવાબોનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે, જેમણે 1920માં શિકાર પર કડક પ્રતિબંધ મૂકી સિંહોને રાજ્યાશ્રય આપ્યો હતો. આ ઐતિહાસિક નિર્ણયો અને સ્થાનિક લોકોના સહયોગના કારણે આજે ગીર અને આસપાસના વિસ્તારોમાં એશિયાઈ સિંહની ગર્જના વધુ બુલંદ બની છે.
📲Get App