🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ એરપોર્ટ પર બેગમાંથી રૂ. 8.90 કરોડના હાઇબ્રિડ ગાંજાની ઝડપ, મુંબઈના રહેવાસીની ધરપકડ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 21 Sep 2026, 09:24 PM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બેંગકોકથી અમદાવાદ આવેલા એક પેસેન્જરની બેગમાંથી રૂ. 8.90 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે. આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી એક મોટો ડ્રગ્સ કેસ સામે આવ્યો છે. બેંગકોકથી અમદાવાદ આવેલા એક પેસેન્જરની બેગમાંથી રૂ. 8.90 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાતા તેની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મુંબઈના રહેવાસી આ પેસેન્જરે બેંગકોકથી અમદાવાદ આવતી વખતે પોતાના બેગેજમાં ગાંજો છુપાવ્યો હતો. આરોપીએ ગાંજાના 14 પેકેટને વેક્યુમ પેકિંગ કરીને બેગની અંદર સ્માર્ટલી છુપાવ્યા હતા.

એરપોર્ટ પર તપાસ દરમિયાન અધિકારીઓને શંકાસ્પદ સામાન મળી આવતા તેમણે બેગની વિગતવાર તપાસ કરી હતી. જેમાં મોટી માત્રામાં હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત કિંમત રૂ. 8.90 કરોડ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા હાલમાં આ ગાંજો ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. ઉપરાંત, આ ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે પણ તપાસનો ભાગ છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આરોપી પાસેથી મળેલી માહિતીના આધારે વધુ પગલાં ભરવામાં આવશે.
📲Get App