Agriculture
મહુવા પ્રદેશ સહકારી ખાંડ મંડળીની ચૂંટણીમાં 87.19% મતદાન
શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. (બામણીયા)ની વર્ષ 2026ની સામાન્ય ચૂંટણીમાં ખેડૂતોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો, જેમાં સરેરાશ 87.19% મતદાન નોંધાયું હતું.
દક્ષિણ ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થા શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. (બામણીયા)ની વ્યવસ્થાપક સમિતિની વર્ષ 2026ની સામાન્ય ચૂંટણી રવિવારે ભારે ઉત્તેજનાપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. આ ચૂંટણીમાં ખેડૂતોનો ઉત્સાહ અને મતદાન ટકાવારી નોંધપાત્ર રહી હતી.
સુરત, તાપી અને નવસારી જિલ્લામાં ફેલાયેલા મતક્ષેત્રોમાં સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી સભાસદોની લાંબી કતારો જોવા મળી હતી. મતદારોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ભારે જાગૃતિ જોવા મળી હતી.
ખેડૂતોના જબરદસ્ત ઉત્સાહને પગલે સમગ્ર ઝોનનું સરેરાશ મતદાન 87.19% નોંધાયું છે. મંડળીના ચોપડે નોંધાયેલા કુલ 7,041 મતદારો પૈકી 6,139 સભાસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જે સહકારી ક્ષેત્રમાં સક્રિય ભાગીદારી દર્શાવે છે.