🔥 TRENDING झांसी के मुस्तरा स्टेशन से गुजरती दिखी... एटा में एनबीडब्ल्यू वारंटी अभियुक्तों... सोनाहातू में जंगली हाथी का हमला, एक व्... मध्य प्रदेशात दारूच्या दुकानाबाहेर डॉक... लालगंज में बाइक सवार युवक का कार में अ... भरथापुर के गोवंशों का भी विस्थापन: स्म...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અરવલ્લી: લાલપુર ગામમાં મારૂતી ઇકો ગાડીમાંથી 831 બોટલ વિદેશી દારૂ અને ₹5,61,225 પ્રોહી મુદ્દામાલ કબ્જા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Nov 2026, 03:06 PM 👁 60
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ટીટોઈ પોલીસ સ્ટેશનમાં લાલપુર ગામની મારૂતી ઇકો ગાડીમાં છુપાયેલા 831 બોટલ વિદેશી દારૂ અને ₹5,61,225 મૂલ્યનું પ્રોહી મુદ્દામાલ મળી, બે ઇસમોને ધરપકડ કરવામાં આવી..

અરવલ્લીના-:
ટીટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલપુર ગામમાં એક સફેદ રંગની મારૂતી ઇકો ગાડી (રજીસ્ટ્રેશન નંબર GJ.02.CL.4189)માં છુપાયેલા 831 બોટલ વિદેશી દારૂ, મોબાઇલ ફોન અને ગાડીનું મૂલ્ય ₹5,61,225/- નું પ્રોહી મુદ્દામાલ કબ્જા કરવામાં આવ્યું.આ કામગીરીમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાનાઓની સૂચનાઓ હેઠળ મહિપાલસિંહ એચ ઝાલા પોલીસ ઇન્સપેક્ટર,પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી ડી વાઘેલા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી જે તોમર અને એલ.સી.બી.ટીમના કર્મચારીઓએ લાલપુર ગામમાં વાહન ચેકિંગ દરમિયાન આ ગાડીની તપાસ કરી..

ગાડીની અંદર CNG ટાંકી કાપીને બનાવેલા ગુપ્ત ખાના માં 831 બોટલ વિદેશી દારૂ (કુલ મૂલ્ય ₹2,51,225/-), મોબાઇલ ફોન (₹10,000/-) અને ગાડીનું મૂલ્ય ₹3,00,000/- મળ્યું, જેનું કુલ પ્રોહી મૂલ્ય ₹5,61,225/- થયું.આ કાર્યવાહી હેઠળ બે ઇસમો – માંગીલાલ કનાજી ગુર્જર (ગોલવાડા, માવલી, ઉદેપુર, રાજસ્થાન) અને નાનાલાલ ઉદયલાલ મેઘવાલ (ગોલવાડા, માવલી, ઉદેપુર, રાજસ્થાન)ને ધરપકડ કરવામાં આવી.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં મહિપાલસિંહ એચ ઝાલા પોલીસ ઇન્સપેકટર,વી ડી વાઘેલા પોલીસ સબ ઈન્સપેક્ટર,નરેશસિંહ દીપસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,જયેન્દ્રસિંહ ભીમસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,કલ્પેશસિંહ કરણસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,કરણસિંહ સાલુસિંહ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,હાર્દિકકુમાર અરવિદભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,આ સફળ કામગીરી અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહી,જુગાર અને નશીલા દ્રવ્યોની વેચાણ અને હેરાફેરી સામેની વ્યાપક કાર્યવાહીનો ભાગ છે.
📲Get App