🔥 TRENDING Up police constable राकेश टिकैत ने ललितपुर में किसानों की... தமிழ்நாட்டில் இன்று 5 மாவட்டங்களில் கன... गुना: चार शातिर बाइक चोर गिरफ्तार, 24... श्री राम यात्रा कंपनी गिरधरपुरा कोटा द... મેગા સ્વછતા અભિયાન
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અંબાજીમાં ભાદરવી પૂનમ મેળા પહેલા ખાદ્ય સામગ્રીનું ઓન-ધ-સ્પોટ ટેસ્ટિંગ, 83 વસ્તુઓની તપાસ
Health

અંબાજીમાં ભાદરવી પૂનમ મેળા પહેલા ખાદ્ય સામગ્રીનું ઓન-ધ-સ્પોટ ટેસ્ટિંગ, 83 વસ્તુઓની તપાસ

✍️ Reporter: Rajesh vanjara 🗓 02 Sep 2026, 07:34 PM 👁 52
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખાદ્ય અને ઔષધ નિયમન તંત્રએ અંબાજીમાં 72 ખાદ્ય પેઢીઓની તપાસ સાથે 83 ખાદ્ય સામગ્રીનું તાત્કાલિક પરીક્ષણ કરીને અખાદ્ય વસ્તુઓનું નાશ અને કડક સૂચનાઓ આપી.

ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર, ભાદરવી પૂનમ મેળા-2026 પહેલાં અંબાજીમાં સઘન તપાસ ઝુંબેશ શરૂ કરી, યાત્રાળુઓને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળવાની ખાતરી કરવા.

તપાસમાં કુલ 72 ખાદ્ય પેઢીઓની તપાસ કરવામાં આવી અને સ્થળ પર જ 83 ખાદ્ય સામગ્રીનું ઓન-ધ-સ્પોટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું. પરીક્ષણ દરમિયાન અખાદ્ય જણાયેલી સામગ્રી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી.

સ્થળ પર જ 7 લીટર બળેલું તેલ, 3 કિલોગ્રામ પેપર પસ્તી અને સિન્થેટિક કલરની 2 ડબ્બીઓનું નાશ કરાવાયું. તમામ ખાદ્ય વેપારીઓ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરોને ખાદ્ય ગુણવત્તા, સ્વચ્છતા અને સલામતીના નિયમોનું કડક પાલન કરવા કડક સૂચનાઓ આપવામાં આવી.

ભાદરવી પૂનમ મેળા દરમિયાન યાત્રાળુઓના આરોગ્ય અને સલામતી માટે આવી તપાસ અને કાર્યવાહી સતત ચાલુ રહેશે. તંત્ર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ખાદ્ય સલામતીના ધોરણોનું પાલન થાય તેની ખાતરી કરશે.
📲Get App