🔥 ट्रेंडिंग ದಿವ್ಯಾಂಗರಿಗೆ ಉಪಕರಣಗಳ ವಿತರಣೆ ಕಾರ್ಯಕ್ರಮ... जनगणना में भागीदारी राष्ट्रीय दायित्व:... બેંક કર્મચારીઓની 3 દિવસીય હડતાલ મોકૂફ:... नवादा: कुएं से युवक का आधा जला शव बराम... વાહન માલિકી ટ્રાન્સફર હવે આધાર OTP થી,... कमलिया-धमलिया रोड पर 6 महीने से अधूरा...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહેસાણા પોલીસની ઝડપી કાર્યવાહીથી ઓટો રિક્ષાની ભૂલાયેલી રૂ. 82,500ની બેગ પરત..
स्थानीय

મહેસાણા પોલીસની ઝડપી કાર્યવાહીથી ઓટો રિક્ષાની ભૂલાયેલી રૂ. 82,500ની બેગ પરત..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 16 सित. 2026, 10:26 PM 👁 41
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના હેઠળ નેત્રમ શાખાએ સીસીટીવી સર્વેલન્સની મદદથી ઓટો રિક્ષામાં ભૂલાયેલી કિંમતી સામાન ભરેલી બેગ શોધીને મૂળ માલિકને પરત કરી..

મહેસાણા બિલાડી બાગ પાસે આવેલ આંબેડકર છાત્રાલયમાં રહેતા નૈમેશ જિતેન્દ્રભાઈ સૌન્દ્રવાએ 10-09-2026ના રોજ મહેસાણાથી વિસનગર તરફ જતી પેસેન્જર ઓટો રિક્ષામાં બેઠા હતા. વિસનગર ઉતરતી વખતે તેઓ પોતાની કિંમતી સામાન ભરેલી બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા,જેમાં રૂ.80,000ની સોનાની વીંટી, રૂ. 2,500નું મોબાઇલ ચાર્જર અને ATM કાર્ડ અને અસલ દસ્તાવેજો હતા.

11-09-2026ના રોજ અરજદારે નેત્રમ શાખાનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી. નેત્રમ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.બી.સુથાર અને તેમની સ્ટાફ ટીમે તાત્કાલિક શહેરના વિવિધ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું, અને ઝીણવટભરી તપાસમાં ઓટો રિક્ષાનો નોંધણી નંબર (GJ-02-AU-9257) શોધી કાઢવામાં આવ્યો.તારીખ 12-09-2026ના રોજ વાહન માલિકનો સંપર્ક કરી નેત્રમ શાખામાં અરજદારને બોલાવીને તમામ સામાન સાથેની બેગ સુરક્ષિત રીતે પરત કરવામાં આવી. અરજદારે પોતાની ખોવાયેલી બેગ હેમખેમ પાછી મળતાં મહેસાણા પોલીસ અને નેત્રમ શાખાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

આ ઘટના મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) જે.જી.શેખના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાની ટીમની સીસીટીવી સર્વેલન્સની મદદથી તાત્કાલિક શોધ અને પરત કરવાની પ્રશંસનીય કામગીરીને દર્શાવે છે.
📲Get App