अपराध
સાબરકાંઠા જિલ્લામાં દારૂ-બિયર હેરાફેરીમાં 801 બોટલ ઝડપી, 12.64 લાખથી વધુ મુદ્દામાલ કબજે..
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં એસએમસીની ટીમે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી 801 બોટલ દારૂ અને બિયર તેમજ 12.64 લાખથી વધુ મુદ્દામાલ કબજે કર્યો..
સાબરકાંઠાના-:
પ્રાંતિજ તાલુકાની સલાલ ચોકડી નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી રૂ.2.54 લાખની કિંમતનો દારૂ અને બિયરની 801 બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો.આ કામગીરી દરમિયાન એસએમસીની ટીમે સલાલ ચોકડી નજીક આવેલી હોટલ પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું અને ઈકો કાર નંબર GJ-18-BD-1049 અને કાર નંબર GJ-06-KD-3249ને રોકાવી તપાસ કરી.બંને વાહનોમાંથી ચાર વ્યક્તિઓને નીચે ઉતારી તપાસમાં રૂ. 2.54 લાખની કિંમતની દારૂ અને બિયરની 801 બોટલો મળી આવી,જ્યારે બીજી કારમાં બનાવટી નંબર પ્લેટ મળી..
આ પ્રકરણમાં પ્રાંતિજના ત્રણ ડુંગરપુરના બે શખ્સો ઉપરાંત બંને વાહનોના માલિકો અને ઉદયપુરના ઠેકાના સંચાલક સહિત નવ વ્યક્તિઓ વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પકડાયેલા આરોપીઓમાં કાન્તિલાલ અમરાજી ડામોર,પજી ફુલાજી ભગોરા,પ્રકાશ (ઉર્ફે પિન્ટશા) અને વિનોદ દરજી તેમજ અન્ય ચાર આરોપીઓ અને બે ગાડીના માલિકો સામેલ છે.પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા તમામ શખ્સો સામે કાનૂની કાર્યવાહી ચાલુ રાખવાની જાહેરાત કરી છે.