🔥 ट्रेंडिंग बूंदी में नैनवां पंचायत समिति चुनाव मे... समस्तीपुर घटहो थाने पर नई थानाध्यक्ष ऋ... नई भारतीय फिल्म ने रामायण महाकाव्य को... ईक्लाव्या शुक्ला और वैधिका वेंगाला ने... केएसईटी 2026 संशोधित परिणाम कर्नाटक CE... कर्नाटक के मतदाता सूची में माता‑पिता ब...
27 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
सरकारी योजना

મહીસાગરમાં ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીમાં 80% રાહત, પ્રથમ લાભાર્થીને રૂ. 98,829ની સીધી બચત

✍️ रिपोर्टर: Hasmukh Bhoi 🗓 27 नव. 2026, 03:33 PM 👁 29
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર, તા. 27 નવેમ્બર :: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીમાં 80 ટકા રાહતની જોગવાઈનો મહીસાગર જિલ્લામાં અમલ શરૂ થયો છે.

જિલ્લાના પ્રથમ લાભાર્થી તરીકે બાલાસિનોરના સુથાર મિત્તલબેન રાજેશભાઈને રાહતનો લાભ મળ્યો છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા તેમને રાહત હુકમ એનાયત કરવામાં આવ્યો હતો.

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958ની કલમ 9 હેઠળ તા. 30 જૂન, 2025ના રોજ બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ અનુસૂચિ-1ના આર્ટિકલ 20(b) અને 20(c) હેઠળના પાત્ર દસ્તાવેજોમાં ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીમાં મહત્તમ 80 ટકા સુધીની રાહત મળવાપાત્ર છે.

આ જોગવાઈ મુજબ લાભાર્થીને મૂળ રૂ. 1,15,304ના બદલે દંડ સહિત માત્ર રૂ. 16,475 ભરવાના થતા હોવાથી રૂ. 98,829ની બચત થઈ છે.

ગુજરાત હાઉસિંગ અધિનિયમ, 1961, મુંબઈ નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ અધિનિયમ, 1959 અને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, 1961 હેઠળ નોંધાયેલ પાત્ર હાઉસિંગ સોસાયટીઓના મકાનધારકોને આ લાભ મળવાપાત્ર છે. જિલ્લાના તમામ પાત્ર મકાનધારકોને વહેલી તકે કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
📲Get App