🔥 TRENDING India Ascends as Global News Hub, Says... IMD Issues Red Alert for Uttarakhand A... APCC Delegation to Inspect SUMP Sites,... Jammu Kashmir Hajj Committee Allocates... Jammu & Kashmir Govt Names Inquiry Off... Jammu & Kashmir Legislative Assembly R...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરાતલાવડીમાં 80મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો
Local

વિરાતલાવડીમાં 80મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો

✍️ Reporter: Makwana Sanjaykumar Rameshbhai 🗓 15 Aug 2026, 12:32 PM 👁 48
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિરાતલાવડીમાં 15મી ઓગસ્ટના પાવન દિવસે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, જેમાં સ્થાનિક આગેવાનો અને બાળકોની ઉપસ્થિતિ રહી.

આજ રોજ 15મી ઓગસ્ટના પાવન રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વિરાતલાવડી પગાર કેન્દ્ર શાળા ખાતે હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મોબતજી ઠાકોર, વિરાતલાવડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ચન્દ્રેશભાઈ વિ. પરમાર, દિવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિનેશભાઈ, ટ્રસ્ટના કારોબારી સભ્યશ્રીઓ તેમજ ગામના વડીલો અને આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ શુભ અવસરે શાળાના બાળકોને શિક્ષણ પ્રત્યે વધુ ઉત્સાહ અને પ્રેરણા મળે તે હેતુથી પ્રોત્સાહક ઇનામો તથા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. બાળકોના હાથમાં આપેલું એક પુસ્તક માત્ર ચોપડો નથી, પરંતુ તેમના ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક પગથિયું છે.

"શિક્ષિત બાળક — સશક્ત પરિવાર, શિક્ષિત સમાજ — સમૃદ્ધ રાષ્ટ્ર" આ સંકલ્પ સાથે આપણા ગામનું દરેક બાળક ભણે, આગળ વધે અને પોતાના પરિવાર, ગામ તથા દેશનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભકામનાઓ.

જય હિન્દ... જય ભારત... વંદે માતરમ્.
📲Get App