🔥 TRENDING खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... Taylor Swift Wins Top Honors at VMAs 2... Actor Adam Brody Calls for ‘Free Pales... Taylor Swift Wins Video of the Year at... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બીલીમોરામાં 80માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી, 'હર ઘર તિરંગા' થીમ અંતર્ગત
Local

બીલીમોરામાં 80માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી, 'હર ઘર તિરંગા' થીમ અંતર્ગત

✍️ Reporter: Manharbhai Chauhan 🗓 15 Aug 2026, 11:02 AM 👁 71
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જે. જે. મહેતા સાર્વજનિક હાઈસ્કૂલ અને બ્રાઈટ સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 80માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ દેશપ્રેમના નારાઓ સાથે ભાગ લીધો.

15 ઓગસ્ટ 2026ના રોજ, ફ્રેન્ડસ ન્યુ ઈંગ્લીશ સ્કૂલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જે. જે. મહેતા સાર્વજનિક હાઈસ્કૂલ બીલીમોરા અને બ્રાઈટ સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 'હર ઘર તિરંગા' થીમ અંતર્ગત 80માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્વજ પ્રમુખનું સ્થાન એલાય/લાયન પ્રાધ્યાપક શ્રી અરુણ નાયકે શોભાવ્યું હતું, જેમણે વિદ્યાર્થીઓને મોબાઈલની માયાજાળમાંથી છૂટી વિસરાતી રમતો અંગે માહિતી આપી હતી.

ટ્રસ્ટના પ્રમુખ ડો. સૂર્યકાંતભાઈ પટેલે વિદ્યાર્થીઓને દેશદાઝ, ભાઈચારા, ત્યાગ, બલિદાન અને સ્વચ્છતા જેવા મુલ્યો અંગે જાગૃત કર્યા અને શિક્ષકમિત્રો અને આચાર્યમિત્રોને શૈક્ષણિક અભિગમ માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ઇનર ર્વ્હીલ ક્લબ બીલીમોરાના પ્રમુખ નિશાબેન પટેલ, સેક્રેટરી હેમલબેન વશી, ISO નમિતાબેન મહેતા, અને રોટરી કલબ બીલીમોરાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ઇનરવ્હીલ ક્લબ બીલીમોરા તરફથી શાળાને વૃક્ષારોપણ માટે યોગદાન આપવામાં આવ્યું હતું. શાળાના માળી મંગુભાઈ પટેલનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું. આચાર્યો પંકજભાઈ પટેલ, મયુરીબેન રાઠોડ, અને રૂપાલીબેન દેસાઈએ પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન કર્યું. વિદ્યાર્થીઓના ઉત્સાહ અને દેશપ્રેમના નારાઓથી શાળાનું પ્રટાંગણ ગુંજી ઉઠ્યું હતું.

મોટી સંખ્યામાં વાલીમિત્રો, ગ્રામજનો અને પ્રિન્ટ મીડિયાના મિત્રો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકમિત્રો અને સ્ટાફ દ્વારા મહેનત કરવામાં આવી હતી.
📲Get App