🔥 TRENDING India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S... Journalist Faye D’Souza Urges Accuracy... Vikas Kohli Marks 55th ODI Century in...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઇડર પોલીસ દ્વારા એન.ડી.પી.એસ. અધિનિયમની કલમ 8(સી), 22(સી), 29 હેઠળ આરોપીનું પકડ
Crime

ઇડર પોલીસ દ્વારા એન.ડી.પી.એસ. અધિનિયમની કલમ 8(સી), 22(સી), 29 હેઠળ આરોપીનું પકડ

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 03 Sep 2026, 02:02 PM 👁 179
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

છેલ્લા એક વર્ષથી ખેડબ્રહ્મા પોસ્ટની કામગીરીમાં ઇડર પોલીસએ એન.ડી.પી.એસ. અધિનિયમની કલમ 8(સી), 22(સી) અને 29 હેઠળ આરોપીને પકડ્યો.

સાબરકાંઠામાં-:
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા ડો.પાર્થરાજસિંહ ગોહિલ પોલીસ અધિક્ષક સાબરકાંઠા-હિંમતનગરનાઓએ ઘણા લાંબા સમયથી નાસતા ફરતા ઇસમોને પકડવા સારૂ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારુ સુચના આપેલ હોઈ જે અનુસંધાને સ્મિત ગોહીલ નાયબ પોલીસ અધિક્ષક ઈડર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ પોલિસ ઇન્સ્પેક્ટર આર.એ.ચોધરીનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેવા સુચના આપેલ જે સુચના આધારે એ.ટી.ચૌધરી પોલિસ સબ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓને પણ ઝડપી પાડવા સારૂ યાદી તૈયાર કરી તેઓના સંભવિત આશ્રય સ્થાનોની માહીતી પ્રાપ્ત કરવા માટે સ્થાનિક બાતમીદારો રોકી તેઓને પ્રોત્સાહિત કરી તેમજ ટેકનિકલ હ્યુમુન સોર્સનો ઉપયોગ કરી તેઓને ઝડપી પાડવા સારું સુચન કરેલ જે અનુસંધાને અમો તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.ટી.ચૌધરી તથા સાથેના સર્વેલન્સ સ્કોડના માણસો પોલિસ ઇન્સ્પેક્ટર ઇડર પોલીસ સ્ટેશનનાઓની સુચના આધારે ઇડર ટાઉન વિસ્તારમાં હતા..

તે દરમિયાન સાથેના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહનાઓને બાતમી મળેલ કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુ.ર.નં.૮૦૦/૨૦૨૪ એન.ડી.પી.એસ એકટ કલમ ૮(સી),૨૨ (સી),૨૯ મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને આશરે છેલ્લા એક વર્ષથી પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી નમીનારાયણ ઉર્વે હરસિધ્ધ ભાટી ઉર્ફે હસમુખ ભાટી રાજુરામ જાતે.વાલ્મીકી ઉ.વ.૩૩ રહે. ચનાર સરકારી હોસ્પીટલની પાછળ તા.આબુરોડ જી.સિરોહી રાજસ્થાન વાળાની બાતમી હકીકત મુજબ બદને લવંડર કલરની ટી શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ હાલતમાં બાતમી હકીકત મુજબનો ઇસમ વિજયનગર ત્રણ રસ્તા પાસે ઉભો હોઇ જે બાતમી હકીકત આધારે તાત્કાલિક ઉપરોક્ત સ્ટાફના માણસો સાથે વિજયનગર ત્રણ રસ્તા પાસે જતાં બાતમી વાળો ઇસમ હાજર હોય જેને કોર્ડન કરી પકડી પાડી તેનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ નમોનારાયણ ઉર્વે હરસિધ્ધ ભાટી ઉર્ફે હસમુખ ભાટી રાજુરામ જાતે.વાલ્મીકી ઉ.વ.૩૩ રહે. ચનાર સરકારી હોસ્પીટલની પાછળ તા.આબુરોડ જી.સિરોહી રાજસ્થાન નો હોવાનું જણાવેલ.જેથી સદરી ઇસમને ઇડર પોલીસી સ્ટેશન ખાતે લાવી ઉપરોક્ત ગુન્હા બાબતે પુછપરછ કરી તેમજ ગુન્હાઓના રેકર્ડ તથા ઈ.ગુજકોપ એપ્લીકેશન આધારે તપાસ કરતા સદરી ઇસમ વિરુધ્ધ ખેડબ્રહ્મા પોસ્ટે પાર્ટ બી.ગુ.નં-૮૦૦/૨૫ એન.ડી.પી.એસ એકટ કલમ ૮(સી),૨૨(સી),૨૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય અને ઉપર મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોય છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડવા ઈડર પોલીસને વધુ એક સફળતા મળેલ છે.
📲Get App