🔥 TRENDING भवठडी में बीडिसी चुनाव प्रचार, वार्ड ल... mathura भाजपा ने तीसरी बार जताया भरोसा... અમદાવાદ ના જયભોલે ગ્રુપ દ્વારા જમ્મુ ક... महादलित टोलों में शत-प्रतिशत शौचालय नि... ਫੌਜ ਨੂੰ ਹਮੇਸ਼ਾ ਅੱਗੇ ਰਹਿਣ ਲਈ ਨਵੀਆਂ ਸਮਰੱ... પલસાણા તાલુકાના એના ગામમાં છઠ્ઠો શરદ ર...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

શામળાજી પોલીસએ આશીર્વાદ હોટલમાં થયેલી હિંસામાં 8 આરોપી અને બાળક કિશોરને ધરપકડ કરી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Oct 2026, 08:52 PM 👁 22
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

14 ઓક્ટોબર 2026ના રોજ શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આશીર્વાદ હોટલમાં ભાડા વિવાદને કારણે લાકડીઓ અને ધારદાર હથિયારો વડે હોટલ સંચાલક અને પરિવારજનો પર હુમલો થયો. પોલીસે 8 આરોપી અને એક બાળક કિશોરને ધરપકડ કરી અને બે મોટરસાયકલ જપ્ત કરી..

અરવલ્લીમાં-:
14 ઓક્ટોબર 2026ના રોજ શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આશીર્વાદ હોટલમાં ભાડા અને હિસાબના વિવાદને કારણે લાકડીઓ અને ધારદાર હથિયારો વડે હોટલ સંચાલક અને તેમના પરિવારજનો પર હુમલો થયો. હોટલ સંચાલકે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને શામળાજી પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ગુન્હો રજીસ્ટર નંબર-11188010260619/2026 હેઠળ ગુનાની નોંધણી કરી.પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 8 આરોપી અને એક બાળક કિશોરને ધરપકડ કરી.ધરપકડ કરાયેલા આરોપીઓના નામ અનિલકુમાર સન ઓફ સુરેશભાઈ બોડાત, સાહીલ સન ઓફ પરેશભાઈ બોડાત, જયેન્દ્ર ઉર્ફે નાનું સન ઓફ કિરણભાઈ ડામોર, ગૌતમ સન ઓફ સિધ્ધરાજભાઈ બોડાત, ધ્રુમીલ સન ઓફ અશોકભાઈ બોડાત, રણજીતકુમાર સન ઓફ કાંતિભાઈ ડામોર, સાગર સન ઓફ કાંતીભાઈ ગામેતી, ચિરાગભાઇ સન ઓફ મહેશભાઈ ડામોર અને એક બાળ કિશોર છે. પોલીસએ આરોપીઓ પાસેથી બે મોટરસાયકલ (કુલ કિંમત 1,90,000 રૂપિયા) જપ્ત કરી..

ઘટનામાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તપાસ હેઠળ આરોપીઓની ગુનામાં સંડોવણી અને ઇજાગ્રસ્તોની સ્થિતિ અંગે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ ઇન્સ્પેક્ટર મહિપાલસિંહ.એચ.ઝાલા, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ.માલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જે.તોમર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.ડી.વાધેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.પી.સોલંકી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.ડી.ગોહીલ સહિતના અધિકારીઓએ આ કામગીરીમાં પ્રશંસનીય યોગદાન આપ્યું છે.શામળાજી પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી અને ગુનાની તપાસ તથા આરોપીઓની કાનૂની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
📲Get App