🔥 ट्रेंडिंग राजस्थान: 22 माह के मासूम की बलि देने... આજ રોજ રાજુલા તાલુકાના શ્રી ભેરાઈ ગામે... Chikkamagaluru Launches Plastic‑Free H... Khadi Board Launches E-Commerce Platfo... जयनगर दुर्गा मंदिर में 52 फीट ऊंचे राव... Forest Department Forms Task Force to...
22 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

મહેસાણા એલ.સી.બી. દ્વારા સતલાસણામાંથી 8 મહિનાથી નાસતા ફરતા પ્રોહીબીશનના આરોપીને ઝડપી પાડ્યો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 22 अक्टू. 2026, 08:42 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા આઠેક માસથી નાસતા ફરતા આરોપીને સતલાસણા મુકામેથી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે..

મહેસાણામાં-:
ગુન્હાઓને અટકાવવા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા સતત પેટ્રોલીંગ અને ટ્રેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ) તથા પોલીસ અધિક્ષક હિમાશુ સોલંકીના સૂચનાઓના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ.એમ. કામળીયા દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને ગુન્હો કરી નાસતા ફરતા આરોપીઓની વોચ તપાસ કરવામાં આવી હતી.આ કામગીરી દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશકુમાર રામજીભાઈને ખાનગી રાહમાં બાતમી મળી કે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન એક્ટના ગુન્હામાં નાસતા ફરતા આરોપી કેશરીસિંહ ઉર્ફે કેશુભા કિર્તિસિંહ ચૌહાણ (ઉં. 30), રહે. સમરાપુર, દરબારવાસ, તા. સતલાસણા હાલમાં સતલાસણા આર્ટસ કોલેજ નજીક ઉભો છે. આ ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એમ. રાઠોડ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયેશકુમાર માનસંગભાઈ, હેડ કોન્સ્ટેબલ રમેશજી સોવનજી અને પોલીસ કોન્સ્ટેબલ સચિનકુમાર શીવરાભાઈ સહિતના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી.

પોલીસ ટીમે આરોપી કેશરીસિંહને સતલાસણા મુકામેથી ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં પાર્ટી સી. 11192060260114/2026 પ્રોહીબીશન એક્ટ કલમ 65.AE, 116.B.98(2) મુજબ ગુનો નોંધાયેલો છે. તેમજ વડનગર પોલીસ સ્ટેશનમાં પાર્ટી સી. 11206078260468/2026 પ્રોહીબીશન એક્ટ કલમ 65.AE, 81, 88, 98(2) મુજબ પણ ગુનો નોંધાયેલો છે.ઝડપાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અને તેને વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે. છેલ્લા આઠેક માસથી નાસતા ફરતા રહેલા આ આરોપીની પકડથી પ્રોહીબીશનના ગુન્હાઓની તપાસમાં મહત્વનો ફાળો મળશે એવી સંભાવના છે.
📲Get App