🔥 TRENDING मुख्यमंत्री योगी आदित्यनाथ से मुलाकात... Three students injured as plaster ceil... ವರುಣಾ ಕ್ಷೇತ್ರದ ದಾಸನೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಅಭಿವ... Punjab Police Seizes 4.1 kg Heroin, Ar... Maheshwar Court Acquits Four in SC‑ST... కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవానికి ముఖ...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં 8 ઓક્ટોબર રોજ જનરેલી: ચૂંટણી પારદર્શિતા માટે વિરોધ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 06 Oct 2026, 10:01 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં ભારતીય ગઠબંધન દ્વારા 8 ઓક્ટોબર સવારે 10:00 વાગ્યે યોજાનાર જનરેલીમાં કોંગ્રેસ, CPI, NCP, CPMના નેતાઓ અને નાગરિકો ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા માટે વિરોધ કરશે.

સમગ્ર દેશમાં ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા અને નાગરિકોના બંધારણીય મતાધિકારના રક્ષણ અંગે વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચની કાર્યપ્રણાલી, કથિત વોટ ચોરીના આક્ષેપો અને મતદાર યાદીઓમાં અનિયમિતતાઓને લઈને દેશભરમાં માર્ચ અને સભાઓ યોજાઈ રહી છે.

આ દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે સુરત શહેરમાં પણ વિરોધનો સૂર બુલંદ કરવા માટે 8 ઓક્ટોબર, ગુરુવારે, ભારત ગઠબંધન દ્વારા વિશાળ જનરેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

રેલી 8 ઓક્ટોબરે સવારે 10:00 કલાકે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પરથી પ્રસ્થાન કરશે અને વિવિધ માર્ગો પરથી પસાર થઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, CPI, NCP, CPM સહિતના તમામ સાથી પક્ષોના આગેવાનો, કાર્યકરો અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે પ્રશ્નો ઉઠાવતા જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં જોડાશે.

જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાશે. રેલી પહોંચ્યા બાદ એક શિસ્તબદ્ધ અને ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાશે. સૌપ્રથમ રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરવામાં આવશે. ત્યારબાદ ભારતીય સંવિધાનની કલમ 326નું વાંચન જનમેદની સમક્ષ કરવામાં આવશે, જેથી બંધારણીય મૂલ્યો અને અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવી શકાય. કાર્યક્રમના અંતે ગઠબંધનના પ્રતિનિધિમંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા રજૂઆત કરવામાં આવશે.
📲Get App