🔥 TRENDING APCC Delegation to Inspect SUMP Sites,... Jammu Kashmir Hajj Committee Allocates... Jammu & Kashmir Govt Names Inquiry Off... Jammu & Kashmir Legislative Assembly R... Calangute children raise flag to prote... Girish Criticises AAP, Claims BJP Caus...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ: રાણીપમાં જૂની અદાવતમાં યુવકની ઘાતકી હત્યા, 8-10 લોકોના ટોળાએ કર્યો હુમલો
Crime

અમદાવાદ: રાણીપમાં જૂની અદાવતમાં યુવકની ઘાતકી હત્યા, 8-10 લોકોના ટોળાએ કર્યો હુમલો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 16 Aug 2026, 02:40 PM 👁 54
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના રાણીપ વિસ્તારમાં જૂની અદાવત રાખી 8 થી 10 લોકોના ટોળાએ 37 વર્ષીય યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.

અમદાવાદ શહેરમાં રાણીપ વિસ્તારમાં RTO સર્કલ ચાર રસ્તા પાસે, પોલીસ ચોકીની બિલકુલ નજીક એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 37 વર્ષીય અજય સાલ્વી નામના યુવક પર જૂની અદાવત રાખીને 8 થી 10 લોકોના ટોળાએ ઘાતકી હુમલો કર્યો હતો.

હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કર્યો હતો અને યુવકની પીઠના ભાગે 15 થી વધુ ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં અજય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ દુર્ભાગ્યે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
📲Get App