स्थानीय
આંકલાવમાં યોજાયો 77મો વન મહોત્સવ: શાળાના બાળકો સાથે વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ
આંકલાવ હાઈસ્કૂલમાં 77 મો વન મહોત્સવ યોજાયો, જેમાં શાળાના બાળકો અને સમુદાયે વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ માટે ભાગ લીધો.
આંકલાવ હાઈસ્કૂલ, આંકલાવ ખાતે યોજાયેલ 77 મો વન મહોત્સવ કાર્યક્રમમાં સ્થાનિક સમુદાય અને શાળાના બાળકો સહભાગી બન્યા. આ કાર્યક્રમ વન અને હરિયાળી સંવર્ધન માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.
વન મહોત્સવ માત્ર વૃક્ષારોપણનો કાર્યક્રમ નથી, પરંતુ પર્યાવરણ જાગૃતિ, હરિયાળી સંવર્ધન અને આવનારી પેઢીને સ્વચ્છ તથા સ્વસ્થ પર્યાવરણ આપવાનો સંકલ્પ છે.
ખાસ કરીને શાળાના બાળકો નાનપણથી જ વૃક્ષો અને પ્રકૃતિનું મહત્વ સમજે, પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના કેળવે અને પોતાના જીવનમાં વધુમાં વધુ વૃક્ષો વાવવાની તથા તેનું જતન કરવાની પ્રેરણા મેળવે—એ જ આ અભિયાનનો મુખ્ય હેતુ છે.
ચાલો, વૃક્ષ વાવીએ... વૃક્ષ વાવી એ... અને હરિયાળું આંકલાવ બનાવીએ. “એક વૃક્ષ – અનેક શ્વાસ, હરિયાળું ગુજરાત – આપણો વિશ્વાસ!”