🔥 TRENDING Doraemon: Castle of the Undersea Devil... RIGHT TO VOTE સંવિધાનના અનુચ્છેદ 326... नमस्कार! PM श्री डॉ. वाई.एस. परमार गवर... Tamil Nadu CM Stalin Urges Actor Vijay... Tamil Nadu Sparks Row Over Hindi on Go... CREDAI Tamil Nadu to Host Fifth Statec...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Entertainment

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 08 Oct 2026, 01:34 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બોલિવૂડના પીઢ અભિનેતા નાના પાટેકરનું ગોવામાં 75 વર્ષની વયે નિધન થયું છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

બોલિવૂડના જાણીતા અને પીઢ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોવાના ડોના પાઉલા સ્થિત તેમના નિવાસસ્થાને તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો, જેના કારણે તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.

તાત્કાલિક ધોરણે તબીબી ટીમને જાણ કરવામાં આવી હતી. ટીમે ઘટનાસ્થળે પહોંચીને CPR આપી તેમને મણિપાલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સવારે 5:20 વાગ્યે ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

નાના પાટેકરના અચાનક નિધનથી સમગ્ર ફિલ્મ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેમના નિધનથી બોલિવૂડ એક દિગ્ગજ કલાકાર ગુમાવ્યો છે.
📲Get App