🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા 75માં વર્ષમાં પ્રવેશ્યા: જાહેરજીવનની લાંબી સફર..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Sep 2026, 08:25 PM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઈડરના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાએ આજે તેમનું 75મું વર્ષ પ્રવેશ કર્યું છે. તેઓ 1995થી સતત ઈડર વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને અનેક મહત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે..

સાબરકાંઠાના-:
ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા આજે તેમના જીવનના 75માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેમના આ શુભ અવસર પર અનેક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.રમણલાલ વોરા ઈડર વિધાનસભા ક્ષેત્રનું 1995થી સતત પાંચ વખત પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાત સરકારમાં ઊર્જા,પેટ્રોકેમિકલ્સ,સહકાર,સામાજિક ન્યાય અને અધિકારિતા, શ્રમ અને રોજગાર તથા શિક્ષણ જેવા વિવિધ મહત્વપૂર્ણ વિભાગોમાં મંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળી હતી.

વર્ષ 2016માં તેઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યા હતા અને ફેબ્રુઆરી 2018 સુધી આ પદ પર સેવા આપી હતી.વર્ષ 2022માં તેઓ ફરી એકવાર ઈડર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા અને હાલમાં પણ ધારાસભ્ય તરીકે કાર્યરત છે. તેમની લાંબી જાહેરજીવનની સફરમાં તેમણે અનેક વિભાગોની જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી છે.ઈડર વિસ્તારના વિકાસ માટે વિવિધ કામો અને યોજનાઓને આગળ ધપાવવાની કામગીરી સાથે તેઓ સતત જાહેરજીવનમાં સક્રિય રહ્યા છે.આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.
📲Get App