🔥 TRENDING Firecracker Ignites Blaze at NMC Schoo... Delhi Police Arrest Man Accused of Kil... Delhi Police Arrest Suspect in Moti Na... Nashik Police Arrest Man Wanted in Mur... More Than 500 Attend Funeral of 13-Yea... Congress Leader Demands Rs 20 Lakh Com...
16 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
International

74 દેશોમાં માઈક્રોસોફ્ટ 365 ઠપ તો પછી ચીન કેવી રીતે બચી ગયું? જાણો ડ્રેગનના ડિજિટલ કવચ વિશે

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 16 Nov 2026, 01:41 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માઇક્રોસોફ્ટ આઉટેજના કારણે દુનિયાના 74 દેશોમાં ડિજિટલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. માઇક્રોસોફ્ટ 365ની સેવાઓ અચાનક ઠપ થતાં Outlook, Teams અને Copilot જેવા પ્લેટફોર્મ પર કામકાજ અટકી ગયું હતું. અનેક દેશોમાં ફ્લાઇટ્સ રદ થઈ હતી, જ્યારે લોકો મેસેજ અને ઓનલાઇન મીટિંગ્સ પણ કરી શક્યા નહોતા. જોકે, આ વૈશ્વિક ડિજિટલ સંકટની ચીન પર લગભગ નહિવત્ અસર થઈ હતી. ચીનની ત્રણ ખાસ ડિજિટલ વ્યૂહરચનાઓને કારણે તે વૈશ્વિક ટેક્નોલોજી સંકટથી મોટાભાગે સુરક્ષિત રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો અનુસાર, ચીનનું અલગ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્થાનિક સોફ્ટવેર ઇકોસિસ્ટમ અને ડેટા સ્ટોરેજના કડક નિયમો તેને વૈશ્વિક ટેક્નોલોજી પ્લેટફોર્મની ખામીઓથી બચાવવામાં મદદ કરે છે.
વૈશ્વિક નેટવર્કથી અલગ ક્લાઉડ સિસ્ટમ
માઇક્રોસોફ્ટ ચીનમાં પોતાની Microsoft 365 સર્વિસનું સીધું સંચાલન કરતું નથી. તેના બદલે કંપનીએ આ સર્વિસનું લાઇસન્સ સ્થાનિક ભાગીદાર 21Vianetને આપ્યું છે. આ કંપની ચીનની અંદર જ અલગ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન કરે છે. આ વ્યવસ્થાને કારણે ચીનની ક્લાઉડ સિસ્ટમ માઇક્રોસોફ્ટના વૈશ્વિક કંટ્રોલ નેટવર્ક પર સીધી રીતે નિર્ભર નથી. પરિણામે આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીની અસર ચીનની સ્થાનિક સિસ્ટમ સુધી પહોંચી નહોતી.
વિદેશી સોફ્ટવેરને બદલે સ્વદેશી ટેક્નોલોજી પર ભાર
ચીનની સરકારી એજન્સીઓ અને મોટી કંપનીઓ છેલ્લા ઘણા વર્ષોથી પશ્ચિમી ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડવા માટે કામ કરી રહી છે. ત્યાંની અનેક ઓફિસોમાં રોજિંદા કામકાજ, ડોક્યુમેન્ટ્સ અને ઓનલાઇન મીટિંગ્સ માટે માઇક્રોસોફ્ટને બદલે સ્થાનિક સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. WPS Office, DingTalk, WeCom અને Feishu જેવા ચીનના સ્થાનિક પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ થાય છે. આથી માઇક્રોસોફ્ટની સેવાઓ બંધ થવા છતાં ચીનની અનેક સરકારી અને ખાનગી સંસ્થાઓના કામકાજ પર ખાસ અસર થઈ નહોતી.
દેશની બહાર ડેટા મોકલવા પર કડક નિયંત્રણ
ચીનના ડેટા ગવર્નન્સના નિયમો પણ તેની ડિજિટલ સુરક્ષામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ત્યાં સંવેદનશીલ ડેટાની સ્ટોરેજ, પ્રોસેસિંગ અને ટ્રાન્સફર માટે કડક નિયમો છે. અનેક કિસ્સાઓમાં ડેટા દેશની અંદર જ રાખવો જરૂરી છે અને સરહદ પાર ડેટા મોકલવા માટે નિયત પ્રક્રિયા તથા મંજૂરીઓનું પાલન કરવું પડે છે.આ નીતિને કારણે ચીનમાં સ્વતંત્ર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસ્યું છે, જે વૈશ્વિક ટેક્નોલોજી નેટવર્કની કેટલીક ખામીઓથી સ્થાનિક સિસ્ટમને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
માઇક્રોસોફ્ટ આઉટેજે ડિજિટલ સંપ્રભુતાનું મહત્ત્વ સમજાવ્યું

માઇક્રોસોફ્ટ આઉટેજની ઘટનાએ ફરી એકવાર ડેટા સંપ્રભુતા (Data Sovereignty) અંગે વૈશ્વિક ચર્ચા શરૂ કરી છે. ટેક્નોલોજી નિષ્ણાતોના મતે, કેટલીક મોટી ક્લાઉડ કંપનીઓ પર વધુ પડતી નિર્ભરતા સિંગલ પોઇન્ટ ઓફ ફેલ્યર (Single Point of Failure)નું જોખમ ઊભું કરે છે. એટલે કે, એક જ કંપનીની સિસ્ટમમાં ખામી સર્જાય તો તેના પર નિર્ભર અનેક દેશો અને સંસ્થાઓનું કામકાજ ઠપ થઈ શકે છે. ચીનની આ ત્રણ વ્યૂહરચનાઓ દર્શાવે છે કે ડિજિટલ યુગમાં માત્ર અદ્યતન ટેક્નોલોજી હોવી પૂરતી નથી, પરંતુ પોતાના ડેટા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નિયંત્રણ રાખવું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે.
📲Get App