🔥 TRENDING 🔴 ब्रेकिंग न्यूज़ | किले वाले बालाजी... જાફરાબાદમાં શિક્ષક સામે ગંભીર આરોપો ત્... *उर्वरक वितरण में अनियमितता पर कृषि वि... वाराणसी: लोहता पुलिस ने जुआ खेलते चार... Road light *उर्वरक वितरण में अनियमितता पर कृषि वि...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ચોટીલાના રાજપરામાં વાયર ચોરીનો ભેદ ઉકેલાયો: 720 કિલો એલ્યુમિનિયમ વાયર અને ₹1.80 લાખના મુદ્દામાલ સાથે 3 ઝડપાયા

✍️ Reporter: Virendra bhai vyas 🗓 16 Oct 2026, 08:19 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચોટીલાના રાજપરા ગામમાં થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે 720 કિલો એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક વાયર અને 1.80 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચોટીલાના રાજપરા ગામમાં થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે 720 કિલો એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક વાયર અને 1.80 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. આ કાર્યવાહી રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાઓના પગલે કરવામાં આવી હતી.

પોલીસને હેડ કોન્સ્ટેબલ મુન્ના રાઠોડ અને કોન્સ્ટેબલ કુલદીપ બોરિયા દ્વારા મળેલી બાતમીના આધારે આ સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે રાજપરા ગામમાં જુગેશ બાવળિયાની વાડીના શેઢેથી વાયરનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં જુગેશ વિહા બાવળિયા (રહે. રાજપરા, ચોટીલા), કિશન વેલા ધોરિયા (રહે. વિનયગઢ, વાંકાનેર) અને રણજીત બચુ ગણાદિયા (રહે. વિનયગઢ, વાંકાનેર) નો સમાવેશ થાય છે. આ મામલે આણંદપુર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. LCB PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ અને તેમની ટીમે આ સમગ્ર કામગીરી પાર પાડી હતી.
📲Get App