🔥 TRENDING બરવાળાના ખારા વિસ્તારમાંથી ₹32 હજારનો... કોડીનાર શહેરમાં વિકાસ કાર્યોની બેદરકાર... Three Indians Found Charred in Germany... PM Narendra Modi to visit Canada on De... Bollywood Actor Imran Khan Ordered to... Rahul Gandhi Leads Protest at India Ga...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત: સ્પીકરનો અવાજ બાબતે બોલાચાલી બાદ 71 વર્ષીય વૃદ્ધની હથોડી મારી હત્યા, ત્રણ પરપ્રાંતીય ઝડપાયા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 16 Oct 2026, 12:42 PM 👁 20
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ભટલાઈ ગામમાં મોટેથી સ્પીકર વગાડવાની બાબતે થયેલી બોલાચાલીમાં 71 વર્ષીય વૃદ્ધની હથોડીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ભટલાઈ ગામમાં સ્પીકરનો અવાજ ધીમો રાખવાની સામાન્ય બાબતે બોલાચાલી બાદ 71 વર્ષીય વૃદ્ધની હથોડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટના બનતાં જ હરકતમાં આવેલી ઈચ્છાપોર પોલીસે ગણતરીના કલાકોમાં જ શહેર છોડીને ભાગવાની પેરવી કરી રહેલા પશ્ચિમ બંગાળના ત્રણેય આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

ઘટનાની વિગતો મુજબ, ભટલાઈ ગામના પટેલ ફળિયામાં આવેલી તરૂણભાઈ પટેલની કોલોનીના પહેલા માળે રૂમ નંબર 13માં પશ્ચિમ બંગાળના સુવેન્દુ ગણેશ, શંકરસિંગ સિબુસિંગ અને સંતુ ઉર્ફે સુપ્રિયો કોનાગા ભાડેથી રહેતા હતા. 14 ઓક્ટોબરના રોજ બપોરે તેઓ રૂમમાં સ્પીકર પર જોરજોરથી ગીતો વગાડી રહ્યા હતા.

આથી નિવૃત્ત જીવન ગાળતા 71 વર્ષીય નગીનભાઈ વનમાળીભાઈ પટેલ તેમને અવાજ ઓછો કરવાનું કહેવા માટે ગયા હતા. જોકે, ત્રણેય પરપ્રાંતીય મજૂરો ઉશ્કેરાઈ જઈ તેમની સાથે ઉગ્ર તકરાર કરવા લાગ્યા હતા. આ તકરાર એટલી વધી ગઈ કે આરોપીઓએ વૃદ્ધ પર હથોડી વડે હુમલો કરી દીધો, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
📲Get App