ખેડાના સલુણ ગામે હાર્ડવેરની દુકાનમાં ચોરી, 70 હજાર રૂપિયા અને બે મોબાઈલ ચોરીને તસ્કરો ફરાર
ખેડા જિલ્લાના સલુણ ગામે શ્રી હરસિદ્ધિ હાર્ડવેરમાં તસ્કરોએ હાથ ફેરવ્યો. દુકાનમાંથી 70 હજાર રૂપિયા રોકડા અને બે મોબાઈલ ફોન ચોરી જવાની ઘટનામાં ત્રણ CCTV કેમેરાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
ખેડા જિલ્લાના સલુણ ગામે શ્રી હરસિદ્ધિ હાર્ડવેરમાં તસ્કરોએ હાથ ફેરવ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, તસ્કરો દુકાનમાંથી બે મોબાઈલ ફોન અને 70 હજાર રૂપિયા રોકડા ચોરી કરીને ફરાર થઈ ગયા છે.
ચોરીની ઘટના દરમિયાન તસ્કરોએ દુકાનમાં લગાવવામાં આવેલા ત્રણ CCTV કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. તસ્કરોએ CCTV કેમેરા સામે હાથમોજાંથી લેન્સ ઢાંકી દેવાની રીત અપનાવી હતી, જેથી તેમનો ચહેરો કેમેરામાં કેદ ન થાય.
મહત્વની વાત એ છે કે આ જ દુકાનને અગાઉ પણ આશરે છ મહિના પહેલા તસ્કરોએ નિશાન બનાવી હતી. સમગ્ર ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે અને તસ્કરોને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરાયા છે.