🔥 TRENDING ગૌવંશ ચોરી કરતી ગેંગના ૧૨ ગુનાના હિસ્ટ... Chandigarh Team Raids Jalandhar Fertil... સચિન GIDC પોલીસે 20 કલાકની જહેમત બાદ ગ... Delhi Chawni Station Trains Halt Suspe... Viral Video Shows Protest Against Abhi... बाड़मेर के पास कार-ट्रैक्टर भिड़ंत में...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વીરમગામ ટાઉન પોલીસે જુગાર રમતા 7 શખ્સો સામે કાર્યવાહી કરી વીરમગામ શહેરના નૂરી સોસાયટી વિસ્તારમાંથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો

વીરમગામ ટાઉન પોલીસે જુગાર રમતા 7 શખ્સો સામે કાર્યવાહી કરી વીરમગામ શહેરના નૂરી સોસાયટી વિસ્તારમાંથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો

✍️ Reporter: Gilani Asikali 🗓 14 Oct 2026, 04:50 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના વીરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે શહેરના નૂરી સોસાયટી વિસ્તારમાં આવેલા ખુલ્લી જગ્યામાં જુગાર રમતા,7 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસે સ્થળ પરથી ઐયૂબભાઈ ફકીર મહમ્મદ મંડલી, સલીમભાઈ બચુભાઈ સોલંકી, જાફરઅલી આસિક હુસેન સીપાઈ, રમીઝભાઈ, રહેમતુલ્લા મંડલી, હિદાયતુલ્લા હબીબતુલ્લા, રજબશા હબીબશા ફકીર, રુશ્મત ખાન અનવર ખાન પઠાણ સહિતના શખ્સોને ઝડપી પાડ્યા હોવાનું જણાવાયું છે. આ તમામ વીરમગામના રહેવાસી હોવાનું જણાવાયું છે.પોલીસે જુગાર રમવાના સ્થળેથી રોકડ રકમ સહિત કુલ રૂપીયા 10,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ વીરમગામ ટાઉન પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App