🔥 ट्रेंडिंग સામલા વડાણામાં મહિલાનું કેનાલમાં ડૂબી... અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા 'મિશન સાયબ... एप्पल ने भारत में लॉन्च किए रंगोली‑थीम... प्रधानमंत्री नरेंद्र मोदी ने राजमाता व... कनक न्यूज़ ओडिशा ने 12 अक्टूबर 2026 को... बुरहानपुर के व्यापारी बाहरी खरीदी पर अ...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર 66 કેવી સબસ્ટેશનમાં કર્મચારીઓની બેદરકારી સામે ગંભીર સવાલો સેફ્ટી સાધનો હોવા છતાં ઉપયોગ કરતા નથી, જીવના જોખમે કામગીરી

✍️ रिपोर्टर: મેહુલ સિંહ જાડેજા 🗓 12 अक्टू. 2026, 07:00 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર 66 કેવી સબસ્ટેશનમાં કર્મચારીઓની બેદરકારી સામે ગંભીર સવાલો
સેફ્ટી સાધનો હોવા છતાં ઉપયોગ કરતા નથી, જીવના જોખમે કામગીરી
સાંતલપુર ખાતે આવેલ 66 કેવી સબસ્ટેશન ખાતે વીજ કર્મચારીઓ દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ સબસ્ટેશનમાં સેફ્ટી હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ, હેન્ડ ગ્લોવ્સ, અર્થિંગ ચેઇન સહિતના તમામ સેફ્ટી સાધનો ઉપલબ્ધ હોવા છતાં કર્મચારીઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. કોઈપણ જાતની સેફ્ટી વગર સીધા લાઈવ વીજ થાંભલા અને લાઈન ઉપર ચડીને કામ કરવામાં આવી રહ્યું છે.
સવાલ એ છે કે, કોઈપણ સેફ્ટી વગર લાઈવ વીજળી ઉપર ચડવાનો અધિકાર કોને આપ્યો?
GETCO / PGVCL ના નિયમ મુજબ 66 કેવી જેવી હાઈ વોલ્ટેજ લાઈન પર કામ કરતા પહેલા પ્રોપર શટડાઉન, વર્ક પરમિટ અને સંપૂર્ણ સેફ્ટી કીટ ફરજિયાત છે. તેમ છતાં નિયમોને ઘોળીને પી જવામાં આવી રહ્યા છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે? અધિકારીની કે કર્મચારીની?
આ બેદરકારીને કારણે કોઈ કર્મચારીનો જીવ જોખમમાં મુકાય તે પહેલા તંત્ર જાગે અને તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
અમે માંગ કરીએ છીએ કે,
કર્મચારીઓને સેફ્ટી સાધનોનો ફરજિયાત ઉપયોગ કરાવવામાં આવે.
લાઈવ લાઈન પર કામ કરતા પહેલા સુપરવાઈઝરની હાજરી સુનિશ્ચિત કરવામાં આવે.
બેદરકારી દાખવનાર સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવે.
📲Get App