🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

અમદાવાદમાં સંત ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય કળશ યાત્રા

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 03 Aug 2026, 09:04 PM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં, અમદાવાદમાં જગન્નાથજી મંદિર ખાતે કળશ યાત્રાને ભવ્ય સ્વાગત મળ્યું.

અમદાવાદમાં જગન્નાથજી મંદિર ખાતે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે કળશ યાત્રા યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ નોંધાઈ. કાશીથી કર્ણાવતી સુધીની આ કળશ યાત્રા ભવ્ય રીતે આયોજિત કરવામાં આવી હતી.

યાત્રાના આગમન પ્રસંગે ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્યમંત્રી શ્રી મનીષાબેન વકીલ અને શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા. સાધુ-સંતો સાથે કળશ યાત્રાને આવકારવામાં આવ્યું અને કળશ પૂજન બાદ જગન્નાથ મંદિર ખાતે કળશનું સ્થાપન કરવામાં આવ્યું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કળશ યાત્રાને આવકારતા જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સંત ગુરુ રવિદાસ મહારાજના 650મા પ્રાગટ્ય વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો.
📲Get App