🔥 TRENDING Actress Giorgia Andriani to star in Hi... Ranbir Kapoor sports Rs 78 lakh watch... কলকাতার চোরবাগান সর্বজনীন দুর্গাপুজো ম... Veteran Musician Deva Dies at 75, Repo... কলকাতার চোরবাগান সর্বজনীন দুর্গাপুজো ম... Official Teaser of “Tari Mari Laganiyo...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રૂપવેલમાં 64 જોગણી નવરાત્રી મહોત્સવ અંતર્ગત બાળ આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

✍️ Reporter: Kamlesh Solanki 🗓 18 Oct 2026, 04:46 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રૂપવેલમાં 64 જોગણી નવરાત્રી મહોત્સવ અંતર્ગત બાળ આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

રૂપવેલમાં 64 જોગણી નવરાત્રી મહોત્સવ અંતર્ગત બાળ આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
રૂપવેલ ખાતે 64 જોગણી નવરાત્રી મહોત્સવના પાવન અવસરે બાળ આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સરોજબા બાળકોની હોસ્પિટલના ડૉ. જયંતભાઈ પટેલ (જેકી), ડૉ. અંકિતા પટેલ, ડૉ. અપૂર્વભાઈ અને ડૉ. નિર્મલભાઈ દ્વારા બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં આશરે 150 લોકોએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો.
આ પ્રસંગે મહોત્સવના આયોજકો કલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, દેવીદાસભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, ગામના સરપંચશ્રી તથા ભાજપ વાંસદા મંડળના મહામંત્રી પ્રકાશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ધાર્મિક ઉત્સવ સાથે સમાજસેવાનો સુંદર સમન્વય સાધતા આ આયોજન દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને નિરોગી બાળપણનો ઉમદા સંદેશ આપવામાં આવ્યો હતો.
📲Get App