🔥 TRENDING સુરેન્દ્રનગરમાં ૧૦૦ વર્ષથી જૂની પરંપરા... Hamara birsinghpur जयनगर के जयदेव नागेश्वरी दुर्गा मंदिर... Himachal Pradesh Prepares for Four-Day... New Free Android Weather App Shows Pun... President appoints governors for six s...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ: જેલમાંથી છૂટ્યા બાદ હત્યારાઓ બન્યા બુટલેગર, 6.33 લાખનો દારૂ ઝડપાયો

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 12 Oct 2026, 08:24 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કૃષ્ણનગર પોલીસે બાતમીના આધારે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં દરોડો પાડી 6.33 લાખ રૂપિયાની કિંમતની દારૂની 2736 બોટલો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ હત્યાના ગુનામાં જેલમાં ગયા હતા અને ત્યાં જ દારૂના મોટા માથાઓના સંપર્કમાં આવ્યા હતા.

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં પોલીસે એક મોટા દારૂના રેકેટનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડના એક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, પોલીસે પોર્ટરમાં જૂના કપડાની આડમાં છુપાવેલો 6.33 લાખ રૂપિયાથી વધુ કિંમતનો 2736 બોટલ દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે આ કેસમાં નિશીત શાહ, જય પવાર અને કિશન શાહ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પકડાયેલા આરોપીઓ રાજસ્થાનના ઓમપ્રકાશ બિશ્નોઈ પાસેથી દારૂ મંગાવતા હતા. આ દારૂનો જથ્થો નારોલ-વટવા વિસ્તારમાં સંગ્રહિત કરવામાં આવતો હતો અને ત્યાંથી તેને જૂના કપડાની આડમાં પોર્ટરમાં ભરીને કૃષ્ણનગર વિસ્તારમાં લાવવામાં આવતો હતો.

આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ત્રણેય આરોપીઓ વર્ષ 2020માં કૃષ્ણનગરમાં થયેલી ધ્રુવરાજસિંહ ભાટી નામની યુવકની હત્યાના ગુનામાં જેલમાં સજા કાપી રહ્યા હતા. જેલવાસ દરમિયાન જ તેમનો સંપર્ક ઓમપ્રકાશ બિશ્નોઈ સાથે થયો હતો, જે દારૂના મોટા વેપારી તરીકે ઓળખાય છે. ડિસેમ્બર 2025માં જેલમાંથી છૂટ્યા બાદ આ ત્રણેય આરોપીઓએ મળીને દારૂના વેપારમાં ઝંપલાવ્યું હતું.
📲Get App