રાધનપુરમાંથી રૂ.6.22 લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલી સ્વીફ્ટ કાર ઝડપાઈ

LCB પાટણની નાઈટ પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી, 805 બોટલ વિદેશી દારૂ જપ્ત; એક આરોપી ઝડપાયો, બેની શોધખોળ
પાટણ જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત એલ.સી.બી. પાટણની ટીમે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ ભરેલી સ્વીફ્ટ ડિઝાયર કાર સાથે એક આરોપીને ઝડપી લઈ કુલ રૂ.6,22,600નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે.
પોલીસ મહાનિરીક્ષક પરિક્ષીતા રાઠોડ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચના અને એલ.સી.બી.ના I/C પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે રાધનપુર-ભાભર ત્રણ રસ્તા પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી.
આ દરમિયાન સફેદ રંગની સ્વીફ્ટ ડિઝાયર કાર નંબર
GJ-01-RN-9902 શંકાસ્પદ રીતે પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ કારચાલકે ગાડી અમીરપુરા તરફ ભગાવી હતી. ત્યારબાદ એલ.સી.બી. ટીમે પીછો કરી કારને ઝડપી પાડી તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 805 બોટલો, કિંમત રૂ.3,12,600નો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારૂ ઉપરાંત સ્વીફ્ટ ડિઝાયર કાર કિંમત રૂ.3,00,000 તથા બે મોબાઇલ ફોન કિંમત રૂ.10,000 મળી કુલ રૂ.6,22,600નો મુદ્દામાલ કબજે કર્યો છે.
એક આરોપી ઝડપાયો, બેની શોધખોળ
આ કાર્યવાહીમાં પોલીસે જીવણભાઈ રમેશભાઈ કનુભાઈ વાલ્મિકી, રહે. માંડલ વાલ્મિકી વાસ, તા. માંડલ, જી. અમદાવાદ ગ્રામ્ય, હાલ ચાંદલોડિયા, અમદાવાદ,ને ઝડપી પાડ્યો છે.
પોલીસ પ્રેસનોટ મુજબ દારૂ મંગાવનાર તરીકે દિલીપભાઈ રામસિંગ પરમાર, રહે. પડાણા તથા દારૂ ભરાવનાર તરીકે નરેશ રબારી, રહે. સાંચોરના નામ સામે આવ્યા છે. બંને આરોપીઓ રેઇડ દરમિયાન હાજર મળી આવ્યા ન હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર મામલે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધાવી આગળની તપાસ રાધનપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
LCB ટીમની કામગીરી
આ કાર્યવાહી I/C પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી, પો.સ.ઈ. એસ.બી. સોલંકી, પો.સ.ઈ. પી.વી. ચૌધરી, એ.એસ.આઈ. કુલદીપકુમાર લક્ષ્મીદાસ, અ.હેડ.કો. લખનકુમાર અમૃતભાઈ, અ.હેડ.કો. હસમુખસિંહ અમરાભાઈ તથા અ.હેડ.કો. સતિષકુમાર અમથાભાઈ સહિતના એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે.